Pics : સલમાનને ફરી જેમ્સ બૉન્ડ બનાવશે કબીર!

મુંબઈ, 2 નવેમ્બર : બૉલીવુડની સુપરહિટ જોડી સલમાન ખાન અને કબીર ખાને ફરી હાથ મિલાવ્યાં છે. સલમાન સાથે એક થા ટાઇગર જેવી સુપર હિટ ફિલ્મ બનાવનાર કબીર ખાને ગઈકાલે જ જણાવ્યું છે કે તેઓ સલમાન ખાન સાથે ફિલ્મ કરવા જઈ રહ્યાં છે.

આ એ જ કબીર ખાન છે કે જેમણે એક સમયે સલમાન ખાનને બૉલીવુડના જેમ્સ બૉન્ડ કહી સંબોધ્યા હતાં. કબીર ખાને ગત વર્ષે જેમ્સ બૉન્ડની ફિલ્મ સ્કાયફૉલના પ્રીમિયર પ્રસંગે લમાન ખાનને બૉલીવુડના જેમ્સ બૉન્ડ કહી સંબોધ્યા હતાં. હવે કબીર ખાને જાહેરાત કરી છે કે તેઓ સલમાન ખાન સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે.

કબીર ખાને એક થા ટાઇગર જેવી બૉલીવુડ ફિલ્મ બનવાવી સિલ્વર સ્ક્રીન ઉપર કરિશ્મો કર્યો હતો. 2011ની સૌથી વધુ કમાણી એટલે કે 200 કરોડની કમાણી કરનાર આ ફિલ્મમાં સલમાન ખાન અને કૅટરીના કૈફની જોડી હતી. કહે છે કે કબીરે સલમાન ખાન માટે ખાસ પટકથા લખી છે. તે સાંભળ્યા બાદ સલમાને ફટાકથી હા કહી નાંખી અને બધુ પ્લાન મુજબ થાય, તો ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થઈ જશે, પણ ફિલ્મમાં સલમાન સાથે કૅટરીના કૈફ નજરે પડશે કે કેમ, તે અંગે હજી કંઈ કહેવાયુ નથી.

હાલ તો આપ જુઓ કે સલમાન ખાનમાં કયાં-કયાં ગુણો છે કે જેના કારણે કબીર ખાન તેમને જેમ્સ બૉન્ડ કહી રહ્યાં છે :

વૉન્ટેડ

વૉન્ટેડ

2009માં આવેલ વૉન્ટેડ ફિલ્મમાં સલમાન ખાન અને આયશા ટાકિયાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મથી સલમાને બૉલીવુડમાં પોતાની એક્શન ઇમેજ સાથે એન્ટ્રી કરી. સલમાનના સ્ટંટ તેમજ તેમના સુપર હીરો ટાઇપના સ્ટંટે તેમની આ ફિલ્મને આ વર્ષની સૌથી હિટ ફિલ્મ બનાવી નાંખી. સલમાને આ ફિલ્મમાં એક ગૅંગસ્ટરની ભૂમિકા ભજવી હતી. તેમનો ડાયલૉગ ખૂબ લોકપ્રિય બન્યો - મૈંને એક વાર જો કમિટમેંટ કર દિયા તો ફિર મૈં અપને આપકી ભી નહીં સુનતા.

દબંગ

દબંગ

વૉન્ટેડ બાદ 2010માં આવેલ અરબાઝ ખાન તેમજ મલાઇકા અરોરા ખાન નિર્મિત દબંગ ફિલ્મમાં સલમાન ખાને દબંગ પોલીસ કર્મચારી ચુલબુલ પાન્ડેનું પાત્ર ભજવ્યું. ફિલ્મના અંતે સલમાનની શર્ટ ફાટીને ઉડી જાય છે અને સલમાન પોતાની સિક્સ પૅક બૉડી સાથે ગુંડોનો સફાયો કરે છે. આ સીન જોઈ તમામના હોશ ઉડી ગયા હતાં અને સમગ્ર સિનેમા હૉલમાં તાળીઓ ગુંજી ઉઠતી હતી.

રેડી

રેડી

2011માં રિલીઝ થયેલ રેડી ફિ્લ્મમાં સલમાન અને અસીને મુખ્ય પાત્ર ભજવ્યા હતાં. આ ફિલ્મમાં સલમાનના એક્શન સીન્સ ઉપરાંત તેમનો ડાયલૉગ ‘જિંદગી મેં તીન ચીજોં કો કભીઅંડરરેસ્ટિમેટ ના કરના - આઈ, મી એન્ડ માયસેલ્ફ' ખૂબ ફેમસ થયો. આ ફિલ્મ 2010ની સૌથી હિટ ફિલ્મ રહી. સાથે જ બૉક્સ ઑફિસે તેણે અનેક નવા રેકૉર્ડ બનાવ્યાં.

બૉડીગાર્ડ

બૉડીગાર્ડ

2012માં રિલીઝ થયેલ બૉડીગાર્ડ ફિલ્મમાં સલમાન અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મ પણ વૉન્ટેડ, દબંગ તેમજ રેડીની જેમ સુપર હિટ રહી. સલમાનના એક્શનની ખૂબ પ્રશંસા થઈ.

એક થા ટાઇગર

એક થા ટાઇગર

2012માં જ ઈદના દિવસે કબીર ખાન દિગ્દર્શિત એક થા ટાઇર ફિલ્મ રિલીઝ થઈ. આ ફિલ્મે સલમાનની છેલ્લી તમામ ફિલ્મોના રેકૉર્ડ તોડી નાંખ્યાં. વિદેશોમાં પણ તે હિટ રહી. આ ફલ્મમાં સલમાનના એક્શને સૌને હચમચાવી મુક્યાં. સૌએ સલમાનને એક્શન હીરોનું બિરૂદ આપી દીધું. 2012ની આ અત્યાર સુધી સૌથી હિટ ફિલ્મ છે.

દબંગ 2

દબંગ 2

આ વર્ષે ડિસેમ્બરમાં સલમાન ખાનની દબંગની સિક્વલ દબંગ 2 ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સલમાનના અપોઝિટ છે. અત્યાર સુધીના લુક્સ મુજબ આ ફિલ્મ પણ સલમાનની એક્શન સિરીઝની એક હિટ ફિલ્મ સાબિત થઈ શકે છે.

શેર ખાન

શેર ખાન

દબંગ 2 બાદ આવતા વર્ષે એટલે કે 2013માં સલમાનની શેર ખાન ફિલ્મ રિલીઝ થશે. નામથી જ જેમ લાગી રહ્યું છે, આ ફિલ્મ પણ સલમાનની એક્શન ફિલ્મ જ હશે.

જય હો

જય હો

સલમાનના હોમ પ્રોડક્શનની ફિલ્મ જય હોનું શૂટિંગ પુરજોશમાં ચાલુ છે. આ ફિલ્મમાં સલમાન ખાન એક સામાજિક યોદ્ધાની ભૂમિકામાં છે કે જે ભ્રષ્ટાચાર સામે યુદ્ધે ચડે છે. ફિલ્મની આવી સ્ક્રિપ્ટ જોતા સ્પષ્ટ છે કે આ ફિલ્મમાં પણ સલમાન કંઈક જેમ્સ બૉન્ડ જેવો જ અવતાર ધારણ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X