Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ટાઈગર જિંદા હૈ 2 માટે થઈ જાઓ તૈયાર, સલમાન-પ્રભૂદેવાની જોડીનું તગડું પ્લાનિંગ

ટાઈગર જિંદા હૈ 2 માટે થઈ જાઓ તૈયાર, સલમાન-પ્રભૂદેવાની જોડીનું તગડું પ્લાનિંગ

દબંગ 3 બાદ સલમાન ખાનનું ફોકસ હાલ ઈદ 2020 રિલીઝ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ પર છે. સલમાન ખાન હાલ ગોવામાં 20 દિવસનું શૂટિંગ કરી રહ્યા છે. જ્યાં ફિલ્મ માટે એક્શનની શૂટિંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન તાજા અહેવાલ મુજબ સલમાન ખાન ફરી એકવાર પોતાની સુપરહિટ ફિલ્મ ટાઈગર જિંદા હૈ 2ની તૈયારીની પ્લાનિંગ કરી રહ્યા છે. આ ફિલ્મને પ્રભુદેવા ડાયરેક્ટ કરી શકે છે.

એક વેબસાઈટના રિપોર્ટ મુજબ દબંગ 3 અને રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ બાદ પ્રભુદેવા ફરીથી સલમાન ખાનનું નિર્દેશન કરશે. અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનેલ ટાઈગર જિંદા હૈ સલમાન ખાનના કરિયરની સૌથી મોટી ફિલ્મ છે. જ્યારે તેને 2021ને લઈ યોજના બનાવી રહ્યા છે.

રાધેની એક્શન જોતા ટાઈગરની પ્લાનિંગ

રાધેની એક્શન જોતા ટાઈગરની પ્લાનિંગ

મળેલી જાણકારી મુજબ પ્રભુદેવાના ડાયરેક્શનથી સલમાન ખાન ઘણા પ્રભાવિત થયા છે. આ કારણે જ સલમાન ખાને દબંગ 3ના શૂટિંગ દરમિયાન પ્રભુદેવાને રાધેનું ડાયરેક્શન સોંપી દીધું હતું. રાધેમાં તેમના એક્શનના ડાયરેક્શનને જોતા તેઓ હવે ટાઈગરની આગામી સીરિઝ પણ પ્રભુદેવાના હાથમાં આપવા માંગે છે.

ટાઈગર જિંદા હૈએ 339 કરોડનો બિઝનેસ કર્યો

ટાઈગર જિંદા હૈએ 339 કરોડનો બિઝનેસ કર્યો

હાલ આના પર કોઈ નક્કી જાણકારી સામે આવી નથી. અગાઉ કબીર ખાને એક થા ટાઈગર અને અલી અબ્બાસ ઝફરે ટાઈગર જિંદા હૈનું ડાયરેક્શન કર્યું હતું. ટાઈગર જિંદા હૈએ 339.16 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો.

211 કરોડની કમાણી

211 કરોડની કમાણી

વર્ષ 2019માં અલી અબ્બાસ ઝફરે ફરીથી સલમાન ખાન માટે ભારતનું ડાયરેક્શન કર્યું. જો કે 211 કરોડની કમાણી બાદ પણ ફિલ્મને ઉમ્મીદથી ઓછા દર્શકોની પ્રતિક્રિયા મળી. એવામાં માનવામાં આવી રહ્યું છે કે અલી અબ્બાસ ઝફરને ફરીથી સલમાન ટાઈગર જિંદા હૈ 2 માટે મોકો આપવાના પક્ષમાં નથી. તેઓ પ્રયોગ કરવા માગે છે.

અલી અબ્બાસ ઝફર અને સલમાન ખાનના સંબંધ

અલી અબ્બાસ ઝફર અને સલમાન ખાનના સંબંધ

આવું પહેલીવાર નથી થયું જ્યારે સલમાન ખાન પોતાની ફિલ્મના ડાયરેક્શનને લઈ કોઈ ફેસલો લઈ રહ્યા હોય. ટ્યૂબલાઈટ ફ્લૉપ થયા બાદ કબીર ખાન અને સલમાન ખાનના સંબંધમાં ખટાશના અહેવાલ આવ્યા હતા. ઠીક એવા જ અહેવાલ અલી અબ્બાસ ઝફર અને સલમાન ખાનના સંબંધને લઈને પણ સામે આવ્યા છે. જેને અલીએ પાયાવિહોણા ગણાવી દીધા હતા.

એક્શન ફિલ્મમાં સલમાનની યૂએસપી

એક્શન ફિલ્મમાં સલમાનની યૂએસપી

ગત કેટલાક વર્ષોથી સલમાન ખાનની એ ફિલ્મોએ જરૂર પોતાનો કમાલ દેખાડ્યો છે જે એક્શનથી લેવરેજ હોય. આની શરૂઆત વૉન્ટેડથી થઈ જે ટાઈગર જિંદા હૈ સુધી જઈને પહોંચી છે. એવામાં રાધે વોંટેડની કહાનીમાં એક્શન અને દેશભક્તિનો અંદાજ જોવા મળશે. જે સલમાનની યૂએસપી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X