VIDEO : બોલીવૂડના સુલતાન બાળક સાથે બન્યા બાળક

સલમાન ખાન અને અહિલનો વીડિયો થયો વાયરલ. સલમાનને અહિલ ખુબ જ પ્રિય છે.

બોલીવૂડના ભાઈજાન તરીકે ઓળખાતા સલમાન ખાન અને તેનો બાળકો પ્રત્યેનો પ્રેમ કોઈથી અજાણ નથી. તેમાં પણ તેનો ભાણેજ અહિલ તેને સૌથી વધુ પ્રિય છે. સલમાન પોતાના વ્યસ્ત શિડ્યૂલની વચ્ચે પણ અહિલની સાથે સારો સમય પસાર કરે છે. સોશ્યલ મીડિયામાં અહિલ અને સલમાનના વીડિયો આવતા રહે છે. હાલમાં જ રક્ષાબંધનના દિવસે સલમાનની બહેન અર્પિતાએ એક વીડિયો શેર કર્યોં છે, જેમાં સલમાન અહિલ સાથે ખૂબ મસ્તી કરતાં નજરે પડે છે. વીડિયોની સાથે અર્પિતાએ સ્ટેટ્સ પણ લખ્યું હતું કે, " હું ખુબ જ નસીબદાર છું કે, મને સલમાન જેવો ભાઈ મળ્યો છે. તે ખુબ જ પ્રેમાળ, સંભાળ રાખનારો ભાઈ મળ્યો છે. "

salman video

થોડા સમય પહેલા સલમાન અને અહિલનો અન્ય એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં સલમાન અને અહિલ સુલતાન સ્ટાઈલમાં લડતા નજરે પડ્યા હતા. એ વીડિયો પણ સલમાનના ચાહકોને ખુબ પસંદ આવ્યો હતા. હાલ જે વીડિયો વાયરલ થયો છે, તેમાં સલમાન અહિલ સાથે મસ્તી કરતો નજરે પડે છે. અહિલ સાથે મસ્તી કરવામાં સલમાન એટલો મશગુલ થઈ જાય છે કે, આસપાસ શું ચાલી રહ્યું છે, તે પણ ભુલી જાય છે. થોડા સમયમાં સલમાનની 'ટાઈગર ઝિંદા હે' રીલિઝ થવાની છે, ત્યારે ચાહકો તેની અધીરાઈથી રાહ જોઈ રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X