Shock: ઓરિજનલ નથી પ્રેમ રતન ધન પાયોની સ્ટોરી!
સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોને દર્શકો કાગડોળે રાહ જોઇ રહ્યા છે. કારણ કે ફરી એક વાર તેમાં સલમાન ખાન તેના સૌથી લોકપ્રિય ભૂમિકા પ્રેમના રૂપમાં ફરી એક વાર રૂપેરી પડદે દેખાવાનો છે. વળી આ ફિલ્મમાં સોનમ કપૂર પહેલી વાર સલમાન ખાન સાથે લીડ રોડ પર છે. વળી આ ફિલ્મના ટ્રેલર અને ગીતો પણ રિલિઝ થઇ ચૂક્યો છે અને લોકોને ખૂબ જ ગમી પણ રહ્યા છે.
ત્યારે આ બધાની વચ્ચે હાલમાં જ એક ખબર આવી છે કે સલમાન ખાનની આ ફિલ્મ પ્રેમ રતન ધન પાયો અંગ્રેજી ઉપન્યાસ ધ પ્રિઝનર ઓફ જેન્ડોની બોલીવૂડ રિમેક છે. વર્ષ 1984માં આ ઉપન્યાસ એન્થની હોપ લખ્યો હતો. વધુમાં વર્ષ 1937,1952 અને 1979માં તેની પણ ફિલ્મ બની ચૂકી છે.
ત્યારે શું છે ધ પ્રિઝનર ઓફ જેન્ડાની સ્ટોરી તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. અને જો ખબરોની ખબર સાચી માનીએ તો પ્રેમ રતન ધન પાયોની સ્ટોરી પણ આવી જ હશે. તો શું છે આ ફિલ્મની સ્ટોરી તે વિષે વધુ રસપ્રદ જાણકારી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સલમાનનો ડબલ રોલ
આ ફિલ્મના ટ્રેલર જોઇને પણ આપણે તે વાત સમજી શકીએ છીએ કે આ ફિલ્મમાં સલમાન ખાનનો ડબલ રોલ છે. જેમાં એકનું નામ છે પ્રેમ અને બીજાનું નામ છે વિજય. જો કે આ બન્ને કેરેક્ટર પોઝિટવ છે. વળી આ પહેલા સલમાન ખાન જુડવામાં ડબલ રોલમાં જોવા મળ્યા હતા. જે બાદ આ પ્રેમ રતન ધન પાયો તેમની બીજી ફિલ્મ છે જેમાં તે ડબલ રોલ કરશે.

એક્શન સીન
સામાન્ય રીતે સૂરજ બડજાત્યાની ફિલ્મ તમને એક થપ્પડ મારવાનો સીન પણ જોવા નથી મળતો પણ આ વખતે તેવું નથી આ વખતે તમને તલવારબાજી, ફાઇટીંગ જેવા સીન સુરજ બડજાત્યાની ફિલ્મમાં જોવા મળશે.

વિદેશી ટેકનોલોજી
સલમાન ખાનની આ ફિલ્મમાં જે એક્શન સીન છે તેમાં ભરપૂર ફોરેન ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે તમને આ ફિલ્મ ઊંચા સ્તરનું એક્શન જોવા મળશે.

શીશ મહેલ
વધુમાં આ ફિલ્મ માટે સૂરજ બડજાત્યાએ શીશ મહેલ પણ બનાવ્યો છે. ફિલ્મ મુગલે એ આઝમ બાદ પહેલી વાર રૂપેરી પડદે તમને શીશ મહેલ જોવા મળશે.

શું છે સ્ટોરી
આ ફિલ્મમાં સોતેલા ભાઇ દ્વારા રાજકુમારના હમશકલને રાજકુમારના સ્થાને બદલી દેવામાં આવે છે. અને આ દ્વારા તે સોતેલો ભાઇ સત્તા આંચકી લેવાનો પ્રયાસ કરે છે. પણ તેવું થતું નથી.

પારિવારિક સ્ટોરી
સૂરજ બડજાત્યાની ફિલ્મની જેમ જ પ્રેમ રતન ધન પાયો ભાવાનાત્મક ફિલ્મ છે. અને તેમાં સંબંધો અને પરિવારની વાત કરવામાં આવી છે. તેમાં સલમાનના સોતેલા ભાઇનો રોલ નીલ નિતિન મુકેશ કરે છે. જ્યારે બહેનનો રોલ સ્વરા ભાસ્કર કરી રહી છે.

કેવા રહેશે ક્લાઇમેક્સ
પ્રેમ રતન ધન પાયો ફિલ્મની સ્ટોરીનો ક્લાઇમેક્સ સૂરજ બડજાત્યાની અન્ય ફિલ્મોના ક્લાયમેક્સ કરતા ખૂબ જ અલગ રહેશે. આ ફિલ્મના ક્લાયમેક્સમાં પહેલી વાર ખૂન ખરાબો અને એક્શન જોવા મળશે.

નીલ નિતિન મુકેશ
ક્લાઇમેક્સમાં સોતેલા ભાઇ નીલ નિતિન મુકેશ અને સલમાન ખાન વચ્ચે જોરદાર ફાઇટ થવાની છે જે વાતનો ખુલાસો ખુદ નિલ નિતિન મુકેશે કર્યો છે.

પ્રેમ રતન ધન પાયો
ત્યારે 20 દિવસ બાદ એટલે કે દિવાળી પર રિલિઝ થવાની આ ફિલ્મમાં ફરી એક વાર સલમાન ખાનને પ્રેમના રૂપમાં જોવા માટે લોકો ખૂબ જ આતુર છે.












Click it and Unblock the Notifications
