ચહેરાની સારવાર અર્થે માર્ચમાં અમેરિકા જશે સલમાન
મુંબઈ, 22 જાન્યુઆરી : બૉલીવુડનો જાંબાજ ટાઇગર આજકાલ ખૂબ પરેશાન છે પોતાના આરોગ્ય અંગે. આપ સમજી ગયાં હશો કે અમે કોની વાત કરીએ છીએ. અમે વાત કરીએ છીએ સલમાન ખાનની કે જેઓ આજકાલ પોતાના જૂના રોગના કારણે ખૂબ હેરાન છે. તેમના ચહેરાની નસોમાં ખૂબ દુઃખાવો થઈ રહ્યો છે જેનું ઑપરેશન તેઓએ વર્ષ 2011માં અમેરિકામાં કરાવ્યુ હતું, પરંતુ ફરી વાર આ દુઃખાવાએ ઉથલો માર્યો છે. તેથી તેમને ફરી અમેરિકા જવું પડશે. તેઓ માર્ચમાં અમેરિકા જશે.

સલમાન ખાનના નાના ભાઈ સોહૈલ ખાને આ બાબતની પુષ્ટિ કરી છે. સલમાન પોતાની ડેટ્સના કારણે અમેરિકા નહોતા જઈ શકતાં, પરંતુ હવે તેમના દિગ્દર્શકોએ તેમને જણાવી દીધું છે કે તેઓ પ્રથમ પોતાનું આરોગ્ય સાચવે. તેથી સલમાન હવે માર્ચમાં અમેરિકા જશે. સલમાનના ફૅન્સે પણ તેમના આરોગ્ય અંગે દુઆઓ કરી છે. કેટલાંક લોકોએ સલમાન માટે ફેસબુક તેમજ ટ્વિટર પર લખ્યું છે કે સલમાન અમે આપના માટે ઉપરવાળા પાસે દુઆ કરીએ છીએ કે આપ જલ્દીથી જલ્દી સાજા થઈ જાઓ તથા કાયમ માટે આ દુઃખાવાથી છુટકારો મળી જાય.
સલમાન ખાનની બીમારીના પગલે તેમનું સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં રમવું પણ શંકાસ્પદ બન્યું છે. અગાઉ કહેવાતુ હતું કે સલમાન સોહૈલની ટીમ તરફથી રમશે, પરંતુ હવે લાગે છે કે આમ થવું મુશ્કેલ છે. જોકે દુઃખાવા છતાં સલમાન પોતાની એડ અને ફિલ્મોના શુટિંગમાં વ્યસ્ત છે.












Click it and Unblock the Notifications
