Salman Khan : સલમાન ખાન અને સંગીતા બિજલાનીના લગ્ન કેમ ન થયા? આખરે થઈ ગયો ખુલાસો
Salman Khan Sangeeta Bijlani : બોલિવૂડ એક્ટર સલમાન ખાન ઘણી અભિનેત્રીઓને ડેટ કર્યા બાદ પણ કુવારો રહી ગયો છે. એક સમય હતો જ્યારે સલમાન ખાન સંગીતા બિજલાનીના પ્રેમમાં ઘાયલ હતો.
એ સમયે ચર્ચા હતી કે બન્ને એકબીજાના પ્રેમમાં એટલા ઘાયલ હતા કે લગ્ન માટે કાર્ડ પણ છપાઈ ગયા હતા. જો કે કઈંક એવુ થયુ કે આ સગાઈ તુટી ગઈ અને બન્ને અલગ થઈ ગયા.

આ સગાઈ તુટવા પાછળ ઘણા કારણો સામે આવ્યા છે. હવે વધુ એક વખત આ ચર્ચા થઈ રહી છે અને સંગીતા બિજલાનીએ ખુદ ખુલાસો કર્યો છે.
હાલમાં જ સંગીતા બિજલાણી ઈન્ડિયન આઈડલ શોમાં પહોંચી હતી. આ દરમિયાન તેણીને અંગત જીવનને લઈને ઘણા પ્રશ્નો પૂછાયા. એક સ્પર્ધકે સંગીતા બિજલાનીને ભાઈજાન સાથે લગ્ન કરવાનો પ્રશ્ન પૂછ્યો ત્યારે અભિનેત્રી શરમાઈ ગઈ અને પોતાને સત્ય કહેવાથી રોકી શકી નહીં.
શોના પ્રોમોમાં હૃતિક રાજ સિંહ નામના સ્પર્ધક સંગીતા બિજલાનીને પૂછે છે કે, અમે સાંભળ્યું છે કે સલમાન ખાન સાથે લગ્નના કાર્ડ છપાયા હતા? શું આ સમાચાર સાચા છે?
સંગીતા બિજલાનીએ આ સમાચારને નકાર્યા નહીં અને સ્પષ્ટપણે કહ્યું કે, હા, આ સમાચાર જૂઠા નથી. વિશાલ દદલાનીએ તેને સલમાન ખાન સાથેની તેની લવ સ્ટોરી વિશે પણ સવાલ પૂછ્યો હતો.
જણાવી દઈએ કે, સંગીતા બિજલાણી અને સલમાન ખાન રિલેશનશિપમાં હતા. બંનેએ વર્ષ 1986થી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને લગભગ 8 વર્ષથી રિલેશનશિપમાં હતા અને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
આ લગ્ન માટે કાર્ડ પણ છપાઈ ગયા હતા પરંતુ છેલ્લી ઘડીએ સંગીતાએ સલમાન સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. કહેવાય છે કે સોમી અલીના કારણે સલમાન ખાન અને સંગીતા બિજલાની વચ્ચેના સંબંધો તૂટી ગયા.
જો કે સલમાન ખાન અને સંગીતા બિજલાનીના બ્રેકઅપનું સાચું કારણ હજુ સામે આવ્યું નથી. અહેવાલો પર વિશ્વાસ કરીએ તો સંગીતાએ લગ્ન પહેલા સલમાન ખાન અને સોમી અલીને એક રૂમમાં સાથે જોયા હતા.
જે બાદ સંગીતાએ અભિનેતા સાથે સંબંધ તોડવાનો નિર્ણય લીધો. સંગીતા સાથે બ્રેકઅપ થયા બાદ સલમાન ખાનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું પરંતુ આજ સુધી તેણે લગ્ન નથી કર્યા.












Click it and Unblock the Notifications
