કૅટરીનાના બહેન ઈસાબેલાને લૉન્ચ કરશે સલમાન ખાન
મુંબઈ, 7 મે : સલમાન-કૅટરીના મીડિયાની નજરે ભલે એક અપૂર્ણ પ્રણય-કથા હોય, પણ તેમાં કોઈ શંકા નથી કે સલમાનના મનમાં કૅટ અંગે કોઈ ફરિયાદ નથી. કદાચ એટલે જ હવે તેઓ તેમની બહેન ઈસાબેલા કૈફને લૉન્ચ કરવા જઈ રહ્યાં છે. અગાઉ ઝરીન ખાન તથા સોનાક્ષી સિન્હાને લૉન્ચ કરનાર સલમાન ખાન જ થે, પરંતુ આ વખતે સલમાન બૉલીવુડના સ્થાને કૅનેડાની ફિલ્મમાં ઈસાબેલાને લાવી રહ્યાં છે.

કૅનેડાની કમ્પની એક ફિલ્મ બનાવી રહી છે ડૉ. કૅબી. આ ફિલ્મમાં ઈસાબેલાને લીડ રોલમાં લેવામાં આવ્યાં છે. સલમાન ખાનની સ્વૈચ્છિક સંસ્થા બીઇંગ હ્યૂમન પ્રોડક્શન આ ફિલ્મની કો-પ્રોડક્શન કમ્પની છે કે જે કૅનેડાની ફર્સ્ટ ટેક એંટરટેનમેંટ તથા કારામેલ ફિલ્મ સાથે મળી આ ફિલ્મ બનાવી રહી છે.
ડૉ. કૅબી ફિલ્મ બિગ બૅંગ થિયરી પર આધારિત છે. તેમાં કુણાલ નૈય્યર, એડ્રિયાન પાલિકી તેમજ વિનય વીરમાણી પણ છે. ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂશનમાં મોટી ભૂમિકા ભજવતાં ઈરોઝના પ્રવક્તાએ જણાવ્યું કે ફિલ્મનું દિગ્દર્શન જીન ફ્રાંસિસ્કો પોલિયટ કરશે. આ વાર્તા એક બેકાર ડૉક્ટરની છે કે જે કૅનેડામાં કૅબ ચલાવે છે અને આગળ ચાલી તે ટૅક્સીમાં જ પોતાનું ક્લિનિક ચલાવવા લાગે છે તથા સ્થાનિક કક્ષાએ પ્રસિદ્ધ થઈ જાય છે. ડૉક્ટરની ભૂમિકા વિનય વીરમાણી ભજવી રહ્યાં છે. અગાઉ આ રોલ અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધનને અપાવાનુ હતું.












Click it and Unblock the Notifications
