કિક ને ‘હિટ’ નહીં કરે હિટ એન્ડ રન કેસ : સાજિદ
મુંબઈ, 25 જુલાઈ : ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલાએ સલમાન ખાનની મુખ્ય ભૂમિકા ધરાવતી પોતાની ફિલ્મ કિક અંગે ઉડતી અફવાઓ ફગાવતાં જણાવ્યું છેકે 2002ના હિટ એન્ડ રન કેસમાં સલમાનની સંડોવણી અંગે સુનાવણીથી તેમની ફિલ્મ ઉપર કોઈ અસર નહિં પડે.

તેમણે જણાવ્યું કે કિક ફિલ્મ પોતાના સમયે જ શરૂ થશે. સાજિદ નડિયાદવાલા કિક ફિલ્મ દ્વારા દિગ્દર્શન ક્ષેત્રે પગ મૂકી રહ્યાં છે. તેમણે જણાવ્યું - અમે ફિલ્મનું શૂટિંગ 27મી જુલાઈથી શરૂ કરવાના હતાં અને તે જ દિવસે ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. ફિલ્મના શૂટિંગનો પહેલો તબક્કો ગ્લાસગો ખાતે ફિલ્માવવામાં આવશે.
એક સૂત્રે જણાવ્યું - સાજિદ નડિયાદવાલા ઇચ્છતા હતાં કે કિક ફિલ્મનું આઉટડોર શૂટિંગ કોઈક નવી જગ્યાએ થાય કે જ્યાં અગાઉ કોઈ ફિલ્મનું શૂટિંગ ન થયું હોય. તેઓ ગ્લાસગો ખાતે ફિલ્મના કેટલાંક મારધાડ ધરાવતાં દૃશ્યોનું શૂટિંગ કરવા માંગતા હતાં. અગાઉ સલમાન ખાન પોતાના સ્નાયુયતંત્રની અસ્વસ્થતાના કારણે મારધાડના દૃશ્યોનું શૂટિંગ નહોતાં કરી રહ્યાં, પણ હવે તેઓ પોતાના તમામ દૃશ્યો પોતે જ કરશે. સાજિદે દૃશ્યોના શૂટિંગ દરમિયાન સલમાનની સલામતી માટેની તમામ વ્યવસ્થા કરી છે.
નોંધનીય છે કે કિક ફિલ્મમાં સલમાન ખાન સાથે જૅકલીન ફર્નાન્ડીઝ છે કે જેમના અંગે તાજેતરમાં જ સમાચારો વહેતા થયા હતાં કે તેમનું સાજિદ ખાન સાથે બ્રેક-અપ થઈ ગયું છે.












Click it and Unblock the Notifications
