Pics : પંદર વર્ષે ‘રાજશ્રી’ની છાયામાં પહોંચ્યો ‘પ્રેમ’!

મુંબઈ, 5 મે : રાજશ્રી પ્રોડક્શનનો લાડીલો ‘પ્રેમ' અંતે પંદર વર્ષે પાછો તેની છાયામાં પહોંચી જ ગયો છે. હા જી, અમે વાત કરી રહ્યાં છે સલમાન ખાનની કે જેઓ પંદર વર્ષ બાદ પુનઃ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મમાં કરી રહ્યાં છે. સલમાન ખાને રાજશ્રી પ્રોડક્શનની પ્રેમ રતન ધન પાયો નામની આ ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે.

અગાઉ બડે ભૈયા તરીકે જાહેર થયેલી રાજશ્રી પ્રોડક્શનની આ ફિલ્મનું નામ હવે પ્રેમ રતન ધન પાયો કરી દેવાયું છે અને તેનું દિગ્દર્શન સૂરજ બરજાત્યા કરી રહ્યાં છે. સૂરજે સલમાન ખાન સાથે મૈંને પ્યાર કિયા, હમ આપકે હૈં કૌન તથા હમ સાથ સાથ હૈં જેવી સફળતમ્ ફિલ્મો આપી છે. બરજાત્યાએ જ સૌપ્રથમ 1989માં સલમાન ખાન અને ભાગ્યશ્રી સાથે મૈંને પ્યાર કિયા રજૂ કરી હતી. આ ફિલ્મથી સલમાન સફળ એક્ટર તરીકે પ્રસ્થાપિત થયા હતાં. 1994માં સલમાન-બરાજાત્યાએ આ સફળતા હમ આપકે હૈં કૌન દ્વારા દોહરાવી. જોકે 1999માં આવેલી તેમની ત્રીજી ફિલ્મ હમ સાથ સાથ હૈં એટલી સફળ ન થઈ શકી, પરંતુ સૂરજ બરજાત્યાને બડે ભૈયા ફિલ્મ પાસે ઘણી આશાઓ છે. અને હવે પંદર વરસ બાદ સલમાન-રાજશ્રીનું મિલન થઈ થયું છે અને સલમાન ખાન પ્રેમ રતન ધન પાયોના સેટ ઉપર પહોંચી ગયાં છે.

ચાલો જોઇએ તસવીરો સાથે વધુ વિગતો :

રાજશ્રીની છાયામાં પ્રેમ

રાજશ્રીની છાયામાં પ્રેમ

રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મોમાં પ્રેમનો રોલ કરનાર સલમાન ખાન પંદર વર્ષ બાદ પુનઃ રાજશ્રીની છાયામાં પહોંચી ગયાં છે.

પ્રેમ રતન ધન પાયોનું શૂટિંગ શરૂ

પ્રેમ રતન ધન પાયોનું શૂટિંગ શરૂ

સલમાન ખાને રાજશ્રી પ્રોડક્શનની પ્રેમ રતન ધન પાયો ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

સૂરજ બરજાત્યા

સૂરજ બરજાત્યા

પ્રેમ રતન ધન પાયોનું દિગ્દર્શન સૂરજ બરજાત્યા કરી રહ્યાં છે.

રાજશ્રીએ પાયો નાંખ્યો

રાજશ્રીએ પાયો નાંખ્યો

સલમાન ખાનના બૉલીવુડ કૅરિયરનો મજબૂત પાયો રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ મૈંને પ્યાર કિયા દ્વારા જ નંખાયો હતો.

હમ આપકે હૈં કૌન હિટ

હમ આપકે હૈં કૌન હિટ

સલમાન ખાને રાજશ્રી પ્રોડક્શન સાથે હમ આપકે હૈં કૌન જેવી સુપર હિટ ફિલ્મ પણ આપી હતી.

સોનમ સાથે પહેલી વાર

સોનમ સાથે પહેલી વાર

પ્રેમ રતન ધન પાયોમાં સલમાન ખાન સાથે સોનમ કપૂર પહેલી વાર સ્ક્રીન શૅર કરતા દેખાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X