For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાળિયાર પ્રકરણમાં સલમાનને જોધપુર કોર્ટનું તેડું

|
Google Oneindia Gujarati News

Salman Khan
મુંબઈ, 10 ડિસેમ્બર : સને 1998માં હમ સાથ સાથ હૈં ફિલ્મના શુટિંગ દરમિયાન જોધપુરમાં કાળિયારનો શિકાર કરવા અંગે ફિલ્મના હીરો સલમાન ખાન સહિત તબ્બુ, નીલમ તથા સૈફ અલી ખાન વિરુદ્ધ કરાયેલ કેસના પગલે હવે જોધપુર કોર્ટે આ ચારેય એક્ટરોને કોર્ટમાં રજુ થવાની નોટિસ પાઠવી છે.

તાજેતરમાં જ સમાચાર આવ્યાં છે કે સલમાન ખાનને જોધપુર કોર્ટે હાજર થવા માટે સમન મોકલ્યું છે અને સાથે જ આ કેસમાં તેમની સાથે શામેલ ત્રણ એક્ટરો તબ્બુ, નિલમ તેમજ સૈફને પણ તેમની સાથે આવવા જણાવ્યું છે. આ તમામે 4થી ફેબ્રુઆરી, 2013ના રોજ હાજર થવું પડશે.

નોંધનીય છે કે આ કેસને લઈને જોધપુરના વિશ્નોઈ સમાજે મોટો વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેના તરફથી જ આ કેસ કરવામાં આવ્યો હતો. કોર્ટે સલમાન ખાનને આ કેસમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ના સેક્શન 51 હેઠળ દોષી ઠેરવ્યા હતાં. સલમાન ખાન આ કેસ દરમિયાન ત્રણ રાત્રિ જોધપુરની સેંટ્રલ જેલમાં ગાળી ચુક્યાં છે. ધરકપકડ બાદ અને ત્રણ દિવસ જેલમાં વિતાવ્યા બાદ સલમાન ખાનને ડિસ્ટ્રિક્ટ કોર્ટે બેલ પર છોડી મુક્યા હતાં. પછી સલમાને 9મી માર્ચ, 2006ના રોજ પોતાના તરફથી અપીલ દાખલ કરી હતી. થોડાંક દિવસ અગાઉ જ આ કેસને લઈને અનેક સમાચારો આવ્યા હતાં, પરંતુ હવે કોર્ટે આ કેસ અંગે સલમાન અને ત્રણે કલાકારોને કોર્ટમાં રજુ થવા માટે સમન મોકલ્યું છે.

English summary
Salman khan, Saif Ali Khan, Tabbu and Neelam will have to appear in Jodhpur court on 4th February, 2013 in connection with Chinkara Poaching Case of 1998. Salman Khan was earlier sentenced for one year of imprisonment for killing two black bucks in Jodhpur Village.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X