Video: સામંથા રુથ પ્રભુ સંભળાવશે મહાભારત પહેલાની કહાની, શાકુંતલમનુ ધમાકેદાર ટ્રેલર લૉન્ચ
સામંથા રુથ પ્રભુની અપકમિંગ ફિલ્મ શાકુંતલમનુ ટ્રેલર લૉન્ચ થઈ ગયુ છે. જે દર્શકોને ખૂબ ગમી રહ્યુ છે. જુઓ વીડિયો.
Shaakuntalam Trailer: સાઉથની દમદાર અભિનેત્રી સામંથા રુથ પ્રભુની મોસ્ટ અપકમિંગ ફિલ્મ શાકુંતલમનુ ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. દર્શકોને આ ટ્રેલર ખૂબ જ ગમી રહ્યુ છે. આ ફિલ્મના ટ્રેલરમાં જબરદસ્ત ગ્રાફિક્સ જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં સામંથા મહાભારત પહેલાની કહાની લઈને આવી રહી છે. આ ફિલ્મમાં મહાભારત કાળ પહેલાનો ઈતિહાસ દર્શાવવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે દક્ષિણ ફિલ્મોની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ ફિલ્મ 'શકુંતલમ'માં શકુંતલાની ભૂમિકા ભજવી છે. ફિલ્મનુ ટ્રેલર જોઈને ખબર પડે છે કે આ ફિલ્મ માટે સામંથા રૂથ પ્રભુએ ઘણી મહેનત કરી છે. લોકો તેના પાત્રને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મના ટ્રેલરમાં સામંથા રુથ પ્રભુ પોતાના શાનદાર અભિનયથી બધાનુ દિલ જીતી લેતી જોવા મળી રહી છે. સામંથા રૂથ પ્રભુની 'શાકુંતલમ'નું ટ્રેલર જોયા પછી લોકોને એસએસ રાજામૌલીની 'બાહુબલી' યાદ આવી જશે. જો કે ફિલ્મ 'શાકુંતલમ'ના ટ્રેલરમાં ખૂબ જ ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે તે ગ્રાફિક્સના મામલે 'બાહુબલી'ને મ્હાત આપી શકે છે.
ફિલ્મ 'શાકુંતલમ'ના ટ્રેલરમાં દર્શકો 'બાહુબલી'ના ભવ્ય સેટ જોઈ શકશે. ફિલ્મનુ ટ્રેલર જોઈને કહી શકાય કે 'શાકુંતલમ'ની ટીમે ફિલ્મના ગ્રાફિક્સ પર ઘણુ કામ કર્યુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે સામંથા રૂથ પ્રભુ પહેલા ફિલ્મના ગ્રાફિક્સથી ખુશ નહોતી જેના કારણે શકુંતલમની રિલીઝમાં વિલંબ થયો. વળી, સામંથા રૂથ પ્રભુ હાલમાં તેની સારવાર માટે દક્ષિણ કોરિયામાં છે. તમને જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુને એક રેર ઑટો ઈમ્યુન ડિસીઝ થયો હોવાનુ નિદાન થયુ છે. જેના માટે તેણે થોડા મહિનાઓ માટે કામ પરથી બ્રેક લીધો છે.












Click it and Unblock the Notifications
