Good News: સમીરા રેડ્ડીના ઘરે આવી નાની પરી, ફોટો શેર કરી આપી ખુશખબરી
અભિનેત્રી સમીરા રેડ્ડીએ ખુશખબરી શેર કરી છે. સમીરા બીજા વાર મા બની ગઈ છે. તેના ઘરે એક નાની પરીએ જન્મ લીધો છે. સોશિયલ મીડિયા પર તેણે બાળકીની હલ્કી ઝલક શેર કરી છે.
અભિનેત્રી સમીરા રેડ્ડીએ ખુશખબરી શેર કરી છે. સમીરા બીજા વાર મા બની ગઈ છે. તેના ઘરે એક નાની પરીએ જન્મ લીધો છે. સોશિયલ મીડિયા પર તેણે બાળકીની હલ્કી ઝલક શેર કરી છે. સમીરા રેડ્ડી અને તેનો આખો પરિવાર નાની પરીના આવવાથી ખુશ છે.

My Baby girl !
તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં સમીરા રેડ્ડીએ બિઝનેસમેન અક્ષય વર્દે સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર પણ છે. સમીરાએ ફોટો શેર કરીને લખ્યુ, ‘Our little angel came this morning 🌸My Baby girl ! Thank you for all the love and blessings ❤️🙏🏻'

અંડર વોટર ફોટોશૂટ
આ પ્રેગનેન્સી દરમિયાન સમીરા લાંબા સમય સુધી સમાચારોમાં રહી હતી. તેમણે પ્રેગ્નેન્સીના નવ મહિનામાં એક અંડર વોટર ફોટોશૂટ કરાવ્યુ હતુ જેને જોઈને લોકો હેરાન હતા. સમીરા રેડ્ડીના આ સુંદર ફોટો સચિન ખીરાએ પાડ્યા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. કહેવાય છે કે સમીરાએ પોતાની પ્રેગ્નન્સીને સેલિબ્રેટ કરી. ફોટોશૂટ ઉપરાંત સમીરા રેડ્ડીએ પોતાની ગોદભરાઈ સેરેમની પણ ધામધૂમથી સેલિબ્રેટ કરી હતી.
|
દીકરીની હલ્કી ઝલક
સમીરા ટેક્સી નંબર 9211, મેને દિલ તુઝકો દિયા, રેસ અને દે દના દન સહિત ઘણી બીજી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે હિંદી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. પરંતુ તેણે બોલિવુડને અલવિદા કહી દીધુ.












Click it and Unblock the Notifications
