'સામી-સામી' પર બાળકીએ રશ્મિકાથી પણ કર્યો મસ્ત ડાંસ, તો મળવા માટે એક્સાઈટેડ થઈ અભિનેત્રી
નાની બાળકીનો સામી-સામી પર ડાંસ જોઈને રશ્મિકા આ બાળકીની ક્યુટનેસ જોઈને પોતાની જાતને રોકી શકી નહિ અને એક્ટ્રેસે આ વીડિયો શેર કર્યો.
મુંબઈઃ સોશિયલ મીડિયા પર રોજ કોઈને કોઈ ટ્રેન્ડિંગ અફેર કે પછી બૉલિવુડના કોઈ શાનદાર ગીત પર ડાંસ વાયરલ થતો હોય છે. સોશિયલ મીડિયા ખોલતાની સાથે જ કંઈકને કંઈ વાયરલ થયેલુ દેખાય છે. રશ્મિકા મંદાનાનુ સામી-સામી ગીત પણ ખૂબ વાયરલ થયુ હતુ. લોકોએ આ ગીત પર ઘણી રીલ પણ બનાવી હતી. હવે રશ્મિકાના આ ગીત પર એક ક્યુટ બાળકીએ મસ્ત ડાંસ કર્યો છે. આ ડાંસ જોઈને રશ્મિકા આ બાળકીની ક્યુટનેસ જોઈને પોતાની જાતને રોકી શકી નહિ અને એક્ટ્રેસે આ વીડિયો શેર કર્યો.

રશ્મિકાના ગીત પર ડાંસ
સોશિયલ મીડિયા એક એવી જગ્યા બની ગઈ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પોતાની પ્રતિભા દુનિયાની સામે મૂકી શકે છે.દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી. શાળાની એક નાની ક્યુટ છોકરીએ પણ કંઈક આવુ જ કર્યુ. આ બાળકી રશ્મિકા મંદાનાની પુષ્પા ફિલ્મના સામી-સામી ગીત પર ડાંસ કરીને ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે.
|
બાળકીની ક્યુટનેસ પર ફિદા થઈ રશ્મિકા
જ્યારે રશ્મિકા મંદાનાએ આ બાળકીને તેના ગીત પર ડાંસ કરતી જોઈ તો તે પોતાને વીડિયો શેર કરવાથી રોકી શકી નહિ. રશ્મિકાએ લખ્યુ, મેડ માય ડે. હું આ ક્યુટીને મળવા માંગુ છુ. પરંતુ કેવી રીતે? આ વીડિયો વાયરલ થતા જ લોકો તેના પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો બાળકીના ખૂબ વખાણ કરી રહ્યા છે. વળી, ઘણા લોકો કહી રહ્યા છે કે આ બાળકી રશ્મિકા મંદાના કરતા વધુ સારી રીતે ડાંસ કરી રહી છે.

ગુડબાયમાં દેખાશે રશ્મિકા
રશ્મિકાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ 'ગુડબાય'માં જોવા મળશે. રશ્મિકા આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને નીતુ ગુપ્તા સાથે જોવા મળશે. હાલમાં જ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં રશ્મિકાએ પોતાના બૉલિવુડ ડેબ્યૂ વિશે વાત કરી હતી. રશ્મિકાએ કહ્યુ કે સાચું કહુ તો હું ખૂબ જ મોટિવેટિંગ અનુભવ કરી રહી છુ. હું આને એક દબાણ જેવુ નથી જોવા માંગતી. રશ્મિકાએ કહ્યુ કે મને આશા છે કે હું મારા કામથી તેમના દિલમાં જગ્યા બનાવી લઈશ.આ ફિલ્મ સિવાય રશ્મિકા 'પુષ્પા'ના બીજા ભાગ માટે કામ શરૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી અલ્લુ અર્જુન સાથે ફરી જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં ધમાલ મચાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
