For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંદીપ સિંહના કૉલ રેકોર્ડ આવ્યા સામે, સુશાંતના મોત બાદ કોની સાથે વાત કરી? 'દેશ છોડીને ભાગી શકે'

ખુદને સુશાંતનો દોસ્ત ગણાવનાર સંદીપ સિંહ વિશે પણ ઘણા મોટા ખુલાસા થઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂના મોત કેસમાં સીબીઆઈ અને ઈડી તપાસ કરી રહ્યુ છે. આ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે ખુદને સુશાંતનો દોસ્ત ગણાવનાર સંદીપ સિંહ વિશે પણ ઘણા મોટા ખુલાસા થઈ રહ્યા છે. વાસ્તવમાં સંદીપ સિંહના કૉલ રેકૉર્ડ સામે આવ્યા છે જેનાથી માલુમ પડ્યુ છે કે તેણે ક્યારે અને કોને ફોન કર્યા હતા. એટલે કે તે ગયા વર્ષથી જ સુશાંતના સંપર્કમાં નહોતા. એવામાં એ સવાલ ઉઠવો વાજબી છે કે જ્યારે તે સુશાંતના સંપર્કમાં નહોતા તો પછી તેમની મોતના દિવસે હોસ્પિટલથી લઈને તેમના ઘર સુધી બધુ કેમ સંભાળી રહ્યા હતા.

એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાથે ફોન પર કરી વાત

એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાથે ફોન પર કરી વાત

સંદીપ સિંહના કૉલ રેકૉર્ડથી એ જાણવા મળ્યુ છે કે તેણે અભિનેતાના મોત બાદથી આગલા બે દિવસ સુધી એમ્બ્યુલન્સના ડ્રાઈવરનો સંપર્ક કર્યો હતો. તમને જણાવી દઈએ કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂને પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં મૃત મળી આવ્યા હતા. આનો અર્થ એ છે કે સંદીપ સિંહે 16 જૂન સુધી એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાથે ઘણી વાર ફોન પર વાત કરી હતી. સંદીપે મોટાભાગે લગભગ બે મિનિટ સુધી એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાથે ફોન પર વાત કરી હતી. ત્યારબાદથી ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આમાંથી એક સવાલ એ છે કે જ્યારે સુશાંતનુ મોત 14 જૂને થઈ ગયુ હતુ તો સંદીપ સિંહે 16 જૂને એમ્બ્યુલન્સ ડ્રાઈવરને ફોન કેમ કર્યો. આ સાથે જ જ્યારે તે ગયા વર્ષથી સુશાંતના સંપર્કમાં નહોતો તો હોસ્પિટલ, સુશાંતના ઘર અને સ્મશાન સુધી શું કરી રહ્યો હતો.

બંને વચ્ચે 4 વાર થઈ વાત

બંને વચ્ચે 4 વાર થઈ વાત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સદીપ સિંહના કૉલ રેકૉર્ડઝને જોઈને લાગી રહ્યુ છે કે જેમ કોઈ તેને ફોન પર નિર્દશ આપ્યા કરતુ હતુ. એટલે કે ઘટના સ્થળે જવા માટે સંદીપને કોઈએ ફોન કરીને જણાવ્યુ હતુ. પિંકવિલાના રિપોર્ટ અનુસાર એમ્બ્યુલન્સના ડ્રાઈવરનુ કહેવુ છે કે, 'સંદીપ સિંહે મને ફોન નથી કર્યો, પોલિસે કર્યો હતો.' જ્યારે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને પોલિસે ફોન કર્યો હતો, તો પછી સંદીપ સિંહે કેમ તેને 16 જૂન સુધી ફોન કર્યો. માહિતી અનુસાર એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને સંદીપ સિંહ વચ્ચે 14 જૂનથી લઈને 16 જૂન સુધી ચાર વાર ફોન પર વાત થઈ હતી.

ક્યારે અને કેટલી વાર સુધી થઈ વાત

ક્યારે અને કેટલી વાર સુધી થઈ વાત

સંદીપ સિંહના કૉલ રેકૉર્ડથી એ વાતની માહિતી મળી છે કે 14 જૂને એમ્બ્યુલન્સ ડ્રાઈવર અક્ષય ભંડગરને તેણે સાંજે 6.40 વાગે ફોન કર્યો હતો. બંને વચ્ચે 48 સેકન્ડ સુધી વાત થઈ. પછી ડ્રાઈવરે 7.57 ફોન કર્યો અને બંને વચ્ચે 51 સકેન્ડ સુધી વાત થઈ. ત્યારબાદ માલુમ પડે છે કે 14 જૂને જ સંદીપ સિંહે એમ્બ્યુલન્સ ડ્રાઈવરને રાતે 9.59 વાગે ફોન કર્યો. ત્યારબાદ ફરીથી 16 જૂને સંદીપ સિંહ અને એબ્લ્યુલન્સ ડ્રાઈવર વચ્ચે 104 સેકન્ડ સુધી વાત થઈ. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં સંદીપ સિંહ પણ શંકાના ઘેરામાં છે. તેને સીબીઆઈ જલ્દી પૂછપરછ માટે બોલાવી શકે છે. વળી, સુશાંતનો પરિવાર પણ કહી ચૂક્યો છે કે તે સંદીપ સિંહને નથી જાણતા. સુશાંતનના ઘણા દોસ્તોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે સંદીપ સિંહ વિશે ક્યારેય સુશાંતે કંઈ જણાવ્યુ નથી.

'દેશ છોડીની ભાગી શકે છે સંદીપ સિંહ'

'દેશ છોડીની ભાગી શકે છે સંદીપ સિંહ'

વળી, બીજી તરફ સુશાંતના ફેમિલી ફ્રેન્ડ નિલોત્પલ મૃણાલે સંદીપ વિશે મંગળવારે એક ટ્વિટ પણ કર્યુ છે. જેમાં તેમણે લખ્યુ છે કે સંદીપ આ મહિનાના અંતમાં ભારતથી ભાગીને લંડન જવાની યોજના બનાવી રહ્યો છે. વિઝાનુ કામ પણ પૂરુ થઈ ગયુ છે. તેમણે ટ્વિટમાં કહ્યુ કે કોઈની પાસેથી તેમને માહિતી મળી છે માટે એજન્સીઓએ હાઈ એલર્ટ પર હોવુ જોઈએ અને આ કેસમાં શામેલ કોઈ પણ વ્યક્તિને દેશમાંથી બહાર ન જવા દેવો જોઈએ. આ ઉપરાંત ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ ટ્વિટ કરીને લખ્યુ છે, 'સંદીપ સિંહની તપાસ થવી જોઈએ કે તે કેટલી વાર અને કેમ દૂબઈ ગયો હતો?' રિપોર્ટ્સની માનીએ તો સંદીપ સિંહે દાવો કર્યો હતો કે તે સુશાંતના નિધનના સમાચાર સાંભળીને તેમના ઘરે પહોંચનાર પહેલો વ્યક્તિ હતો.

રિયા સુશાંતને આપતી હતી ડ્રગ્ઝ, ભડકેલા પરિવારે CBIને કહ્યુ - આના પર એક્શન લો!રિયા સુશાંતને આપતી હતી ડ્રગ્ઝ, ભડકેલા પરિવારે CBIને કહ્યુ - આના પર એક્શન લો!

English summary
Sandip singh call records accessed, whom he called after sushant singh rajput death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X