શુટિંગ દરમિયાન સંજય દત્ત ઈજાગ્રસ્ત, જાણો કેવી છે હાલત?
બોલિવૂડમાં પોતાની એક્શન માટે જાણતો સંજય દત્ત શુટિંગ દરમિયાન ઘાયલ થયો હોવાના અહેવાલ છે. સમાચાર અનુસાર, સંજય દત્ત બેંગ્લોરમાં કેડી ધ ડેવિલ ફિલ્મનું શુટિંગ કરી રહ્યો છે. આ દરમિયાન એક એક્શન સિક્વન્સના શૂટિંગમાં તે ઘાયલ થયો છે. શૂટિંગ દરમિયાન અકસ્માતમાં સંજય દત્તને ઈજા થઈ છે. જો કે તે ઠીક છે અને ચિંતાની કોઈ સ્થિતી નથી.
મીડિયા રિપોર્ટ અનુસાર, કસંજય દત્તને સામાન્ય ઈજા થઈ છે અને પ્રાથમિક પ્રાથમિક સારવાર બાદ શૂટિંગ ફરી શરૂ કર્યું હતું. ફિલ્મની ટીમે જણાવ્યું કે, તેને એક નાની ઈજા હતી અને સ્વસ્થ છે અને શૂટિંગ ચાલુ રાખ્યું છે. ચિંતા કરવાની કોઈ વાત નથી અને ફિલ્મ યુનિટમાં બધુ બરાબર છે.

કેડી ધ ડેવિલ એક સ્ટાઇલિશ એક્શન-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રેમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ KVN પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. તેનું સંગીત અર્જુન જ્ઞાને આપ્યું છે. કેડી ધ ડેવિલ કન્નડ, હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી ભાષાઓમાં રિલીઝ થશે.
અહીં તમને જણાવી દઈએ કે સંજય દત્તની ઘણી ફિલ્મો પાઈપલાઈનમાં છે. તે હેરા ફેરી 3માં જોવા મળશે, જેમાં તે એક આંધળા ડોનની ભૂમિકામાં છે. આમાં તે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે સ્ક્રીન શેર કરશે. સંજય દત્ત પાસે ફિલ્મ લિયો પણ છે. જેમાં તે વિજય થલપતી સાથે કામ કરી રહ્યો છે. આ તમામ ફિલ્મો એક પછી એક સિનેમાઘરોમાં રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
