પેપર બૅગ બનાવવાની ટ્રેનિંગ લેતાં સંજય, રોજના 25 રુપિયા મળશે
મુંબઈ, 1 જૂન : જેલમાં બંધ બૉલીવુડ અભિનેતા સંજય દત્ત યરવડા જેલમાં પેપર બૅગ બનાવવાની ટ્રેનિંગ લઈ રહ્યાં છે. આ ટ્રેનિંગ દરમિયાન તેમને રોજના 25 રુપિયા મહેનતાણા તરીકે આપવામાં આવે છે. સંજય 1993ના બૉમ્બ ધડાકા કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ 42 માસ માટે જેલમાં ગયાં છે. તેઓ બીજી વખત જેલમાં ગયાં છે.

જેલ અધિકારીઓના જણાવ્યા મુજબ સંજય દત્તને હાઈ ક્વૉલિટી તથા હૅવી ડ્યુટી પેપર બૅગ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આવી પૅપર બૅગની ભાર ક્ષમતા 6થી 8 કિલોગ્રામ છે. આ પેપર બૅગનો ઉપયોગ પ્લાસ્ટિક બૅગના ઉપયોગ પર પ્રતિબંધ બાદ વધી ગયો છે. સંજય દત્ત ટ્રેનિંગ દરમિયાન રોજાના 25 રુપિયા મહેનતાણું પામશે. તેમના કૌશલ્ય અને ક્ષમતા મુજબ પછીથી આ મહેનતાણું 40 રુપિયા સુધી કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ સલામતીના મુદ્દાને ધ્યાને લઈ સંજય દત્તને તેમનું કામ તેમની કોઠરીમાં જ આપવામાં આવ્યું છે. સંજય દત્તે પોતે જ ભારે કામ કરવાની વાત કહી હતી.












Click it and Unblock the Notifications
