બીમારી કરી ગઈ કામ, વધુ 14 દિવસ બહાર રહેશે સંજય દત્ત
મુંબઈ, 14 ઑક્ટોબર : સંજય દત્તની જેલની સજા જાણે મજાક બની ગઈ છે. અગાઉ લોકો તેમના જેલ જવાના સમાચાર અંગે મજાક કરતા હતાં કે મુન્નાભાઈ જેલ જઈ રહ્યાં છે, ગાંધીગિરી કામ ન આવી, જેલમાં કરશે પોલીસગિરી... હવે સંજય દત્ત જ્યારે પૅરોલ ઉપર 14 દિવસની રજા ઉપર બહાર છે, ત્યારે પણ લોકોને મજાક સુઝી રહી છે. એટલું જ નહીં, તાજેતરમાં જ સંજય દત્તે 14 દિવસ પૂરા કર્યા બાદ વધુ એક પખવાડિયાની રજા માંગી અને આજે પુણેની યરવડા જેલે તેમની આ માંણી સ્વીકારી લીધી છે. એટલે કે સંજય દત્તને વધુ ચૌદ દિવસની રજા મળી ગઈ છે.

હવે લોકોએ આ અંગે પણ કૉમેંટ્સ શરૂ કરી દીધાં છે. લોકો કહે છે - સંજય દત્તને પોતાની સારવાર કરાવવા માટે આ ફેસ્ટિવ સીઝનાં જ રજાઓ અપાઈ રહી છે. સાચે જ વિચિત્ર છે. કોઈ પણ નથી જાણતું કે સંજય દત્ત કઈ બીમારીથી પીડાય છે. કેટલાંક લોકો લખે છે કે સંજય દત્તનું વજન લગભગ 17 કિલો ઘટીગયું છે, કાણ કે તેઓ જેલમાં બરાબર જમતા નહોતાં. ઉપરાંત એમ પણ કહે છે કે સંજય દત્તને વજન વધારવા માટે વધુ રજા મળી ગઈ છે.
કહે છે કે સંજય દત્તને કોઈ અજ્ઞાત બીમારી છે અને તેઓ ખાસ સારવાર લઈ રહ્યાં છે. નોંધનીય છે કે ગત 1લી ઑક્ટોબરે સંજય દત્ત ચૌદ દિવસની પૅરોલ ઉપર જેલની બહાર આવ્યા હતાં. તેમણે જણાવ્યુ હતું કે તેઓ આ રજાઓ પોતાના પરિવાર સાથે ગાળવા માંગે છે. હવે તેઓ વધુ ચૌદ દિવસ પોતાના પરિવાર સાથે ગાળી શકશે.












Click it and Unblock the Notifications
