સંજય દત્તની અપીલ ઉપર સુનાવણી આવતીકાલે
નવી દિલ્હી, 16 એપ્રિલ : સુપ્રીમ કોર્ટે બૉલીવુડ અભિનેતા સંજય દત્તની આત્મસમર્પણ માટે વધુ મહેતલની માંગ કરતી અરજી પર સુનાવણી આવતીકાલ ઉપર ટાળી દીધી છે. સંજય દત્તે ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી આત્મસમર્પણ માટે વધારે સમય આપવાની માંગ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં સંજય દત્તની અરજી ઉપર આવતીકાલે બુધવારે સવારે 10.30 વાગ્યે સુનાવણી કરવામાં આવશે. સંજય દત્તે સરેંડર માટે છ માસની મુદ્દત આપવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં એક જજની ગેરહાજરીના પગલે સંજય દત્તની અરજી ઉપર સુનાવણી કાલ ઉપર મુલત્વી રાખવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે ગત 21મી માર્ચના રોજ શસ્ત્ર કાયદા હેઠળ દત્તને દોષિત ગણવા અંગે પોતાનું સમર્થન આપ્યું હતું સાથે તેમને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી. જેમાં તેઓ 18 મહિનાની સજા પહેલા જ ભોગવી ચૂક્યા છે. ચાર સપ્તાહમાં સમર્પણ કરવાના આદેશ અનુસાર સંજય દત્તે 18 એપ્રિલે દિલ્હી ખાતેની વિશેષ ટાડા અદાલતમાં આત્મસમર્પણ કરવું જરૂરી છે.












Click it and Unblock the Notifications
