For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંતને પોતાના પિતાના બીજા લગ્ન મંજૂર નહોતા, સંજય રાઉતનો દાવો

સુશાંત સિંહ રાજપૂતના સમગ્ર કેસમાં શિવસેનાના નેતા સંજય રાઉતનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેમના પિતા કે કે સિંહે આ મામલે પટનામાં એફઆઈઆર કરાવી હતી. સાથે જ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી હતી. ત્યારબાદ આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી. સુશાંતના પિતાનો આરોપ છે કે સુશાંતને આત્મહત્યા માટે રિયા ચક્રવર્તીએ ઉકસાવ્યો હતો. પરંતુ હવે આ સમગ્ર કેસમાં શિવસેનાના નેતા સંજય રાઉતનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ કે આ સમગ્ર મામલે જાણીજોઈને દબાણ કરવામાં આવી રહ્યુ છે, સમગ્ર કેસનુ મહારાષ્ટ્ર સામે રાજનીતિકરણ કરવામાં આવ્યુ.

પિતા-પુત્ર વચ્ચે સંબંધ સારો નહોતો

પિતા-પુત્ર વચ્ચે સંબંધ સારો નહોતો

સુશાંત સિંહ રાજપૂત અને તેમના પિતા કે કે સિંહ વચ્ચેના સંબંધને લઈને પણ સંજય રાઉતે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે બંને વચ્ચે સંબંધ સારા નહોતા. સુશાંતને પોતાના પિતાના બીજા લગ્ન સ્વીકાર્ય નહોતા. આ સત્ય સામે આવવુ જોઈએ કે સુશાંત કેટલી વાર પટના સ્થિત પોતાના ઘરે ગયા. છેવટે કેમ સુશાંતની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સુશાંતથી અલગ થઈ, આ બધુ તપાસનો ભાગ હોવો જોઈએ. દૂર્ભાગ્યપૂર્ણ આત્મહત્યાને રાજકીય ચશ્માથી જોવા એકદમ ખોટુ છે.

મુદ્દાનુ રાજકીયકરણ કરવામાં આવી રહ્યુ

મુદ્દાનુ રાજકીયકરણ કરવામાં આવી રહ્યુ

શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા લેખમાં સંજય રાઉતે કહ્યુ કે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને રાજકીય દ્રષ્ટિકોણથી જોવુ ખોટુ છે. જો કોઈ મુદ્દાનુ રાજકીયકરણ કરવા માંગતા હોય, દબાણની રાજનીતિ અપનાવવા ઈચ્છતા હોય તો દેશમાં કંઈ પણ થઈ શકે છે. એવુ લાગી રહ્યુ છે કે સુશાંતની પટકથા પહેલેથી લખી લેવામાં આવી હતી. પડદા પાછળ જે કંઈ પણ થયુ તે મહારાષ્ટ્રની વિરુદ્ધ છે. જ્યારે મામલાનુ રાજનીતિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે તો કોઈ ન કહી શકે કે તે કેટલી હદ સુધી જશે. સુશાંતની આત્મહત્યા કેસમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તે યોગ્ય નથી.

કેન્દ્ર પર ઉઠાવ્યા સવાલ

કેન્દ્ર પર ઉઠાવ્યા સવાલ

રાઉતે કહ્યુ કે બિહારની સરકારે આરોપ લગાવ્યો છે કે આ કેસમાં મોટા નેતા, ફિલ્મ, બિઝનેસ સાથે જોડાયેલી હસ્તીઓ શામેલ છે માટે મુંબઈ પોલિસ આ કેસની યોગ્ય તપાસ નહિ કરે. બિહાર સરકાર સીબીઆઈ તપાસની માંગ કરે છે અને 24 કલાકની અંદર આનો સ્વીકાર કરી લેવામાં આવે છે. એટર્ની જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટને જણાવે છે કે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે તે આ કેસને સીબીઆઈને સોંપી રહી છે, આ રાજ્યની સ્વાયત્તતા પર સીધો હુમલો છે.

મુંબઈ પોલિસ દુનિયાની સૌથી સારી પોલિસ

મુંબઈ પોલિસ દુનિયાની સૌથી સારી પોલિસ

રાઉતે મુંબઈ પોલિસને દુનિયાની સૌથી સારી તપાસ એજન્સી ગણાવી છે. તેમણે કહ્યુ કે મુંબઈ પોલિસે શીના બોરા હત્યાની તપાસ કરી, આ કેસમાં ઘણા મોટા નામો જેલની અંદર છે. મુંબઈ પોલિસે 26/11ની તપાસ કરી, અજમલ કસાબને ફાંસી થઈ. પ્રારંભિક તબક્કે એવુ લાગે છે કે સુશાંતે આત્મહત્યા કરી છે માટે એ વાતનો કોઈ આધાર નથી કે તેની હત્યા કરવામાં આવી છે. રાઉતે ભાજપ પર હુમલો કરતા કહ્યુ કે તમે ઉદ્ધવ ઠાકરે સરકારને નહિ પાડી શકો. ભાજપ ન્યૂઝ ચેનલ્સના માધ્યમથી ઠાકરે સરકારની છબીને ખરાબ કરવા માંગે છે.

ગુજરાત સરકારે જાહેર કરી કિસાન સહાય યોજના, કોઈ પ્રીમિયમ ભર્યા વિના તમામ ખેડૂતોને મળશે લાભગુજરાત સરકારે જાહેર કરી કિસાન સહાય યોજના, કોઈ પ્રીમિયમ ભર્યા વિના તમામ ખેડૂતોને મળશે લાભ

English summary
Sanjay Raut says Sushant Singh Rajput was not happy with his father's second marriage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X