સારાએ કર્યુ કન્ફર્મ - કાર્તિક આર્યન સાથે ચાલી રહ્યો છે લવ આજકલ, કરી રહી છે ડેટ
સારાએ કન્ફર્મ કરી દીધુ કે તે કાર્તિક આર્યનને ડેટ કરી રહી છે.
સારા અલી ખાન આજકાલ કાર્તિક આર્યન સાથે પોતાની આવનારી ફિલ્મ લવ આજકલ પ્રમોટ કરી રહી છે અને આ દરમિયાન સારાએ કન્ફર્મ કરી દીધુ કે તે કાર્તિક આર્યનને ડેટ કરી રહી છે. વાસ્તવમાં સારા અલી ખાનને જ્યારે પૂછવામાં આવ્યુ કે જો કાર્તિક આર્યનને ડેટ કરવા હોય તો કોઈએ શું કરવુ જોઈએ? સારાનો જવાબ હતો - કૉફી વિથ કરણમાં જવુ જોઈએ. એટલે કે દબાયેલા સ્વરમાં સારાએ પોતાના અને કાર્તિકની ઉડી રહેલી અફવાઓ પર મહોર લગાવી દીધી છે.

એક જ થાળીમાં જમ્યા
હાલમાં જ સારા અને કાર્તિક એક જ થાળીમાં જમતા દેખાયા હતા જ્યાં કાર્તિક ખૂબ પ્રેમથી સારાને પોતાના હાથે જમાડી રહ્યા હતા. આ ફોટો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

પહેલા પણ મળી ચૂક્યા હતા
ઉલ્લેખનીય છે કે હાલમાં જ સારાએ એ પણ માન્યુ કે ભલે રણવીર સિંહ એવુ માનતા હોય કે કૉફી વિથ કરણ બાદ તેમણે પહેલી વાર એક ઈવેન્ટમાં સારા અને કાર્તિકને મળાવ્યા હતા પરંતુ એ સાચુ નથી. સારાએ જણાવ્યુ કે તેમણે રણવીરને ક્યારેય નથી કહ્યુ પરંતુ તે અને કાર્તિક બંને રણવીરના મળાવ્યા પહેલા પણ મળી ચૂક્યા હતા. સારા અને કાર્તિક સ્ટારર લવઆજકલ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

કૉફી વિથ કરણથી શરૂઆત
આ બધો સિલસિલો શરૂ થયો સારા અલી ખાનના એક જવાબથી. કૉફી વિથ કરણ પર સારા અલી ખાનને કરણ જોહરે કહ્યુ કે કોને ડેટ કરવા ઈચ્છીશ તો સારા જવાબ આપ્યો - કાર્તિક આર્યન. ત્યારબાદ તે દરેક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કરતી રહી.

પપ્પાની પસંદ - પૈસા
જ્યારે સૈફ અલી ખાનને કરણ જોહરે સારાની ચોઈસ વિશે મંતવ્ય જાણવા ઈચ્છયુ તો તેમણે પૂછ્યુ શું તેમની પાસે પૈસા છે. જો પૈસા છે તો મારી દીકરીને લઈ જઈ શકે છે. જો કે કાર્તિક આર્યનને પણ કૉફી વિથ કરણ પર સારા વિશે પૂછવા પર તેણે જવાબ આપ્યો કે હું પૈસા ભેગા કરી રહ્યો છુ જેવુ કે સૈફ સરે કહ્યુ છે.

બધા બની ગયા મેચમેકર
ત્યારબાદ તો જાણે આખુ બોલિવુડ આ બંનેને મળાવવામાં લાગી ગયુ છે. એક અવૉર્ડ ફંક્શન દરમિયાન સારા અલી ખાન, પોતાના સિંબા સ્ટારર રણવીર સિંહ સાથે પહોંચી. ત્યાં રણવીરે સારાની મુલાકાત કાર્તિક સાથે કરાવી.

કરણ જોહરે લીધી ક્રેડિટ
કરણ જોહરે આ વાતની ક્રેડિટ પણ લીધી કે બંને ફિલ્મ લવ આજકલ 2 આ કાઉચથી બનાવવી શરૂ થઈ. જો કે ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં કાર્તિક આર્યન હોવાની વાત ઘણી પહેલાથી હતી.

બહુ ગાઢ દોસ્તી
જો કે સારા અને કાર્તિક વચ્ચે દોસ્તી ખૂબ ગાઢ છે કારણકે કૉફી વિથ કરણના જ એક એપિસોડમાં કાર્તિકે સારાને ફોન લગાવ્યો અને સારાએ તરત જ ફોન ઉઠાવ્યો.

પબ્લિસિટી માટે
માનવામાં એ પણ આવ્યુ કે સારા અને કાર્તિક વચ્ચેની બધી કહાની માત્ર આ ફિલ્મ માટે એક પબ્લિસિટી સ્ટંટ છે.

સાથે ક્યૂટ
કારણ કંઈ પણ હોય પરંતુ સારા અલી ખાન અને કાર્તિક આર્યન સાથે ખૂબ જ ક્યૂટ લાગે છે અને ફેન્સ તેમની જોડી પડદા પર જોવા માટે આતુર છે.

સાથે મનાવ્યો જન્મદિવસ
જો કે બ્રેકઅપની બધી અફવાઓ વચ્ચે સારા અલી ખાન અને કાર્તિક આર્યન એક સાથે દેખાઈ જ જાય છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
