સારા અલી ખાને એવું તો શું કર્યું કે ઢાંકવો પડ્યો ચહેરો?

Written By:
Subscribe to Oneindia News

સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર છે. સારા અલી ખાન અને રિયા ચક્રવર્તી સારા ફ્રેન્ડ્સ છે. આ બંન્ને મુંબઇના એક સલૂનમાં ગયા હતા, જ્યાં તેમણે નાનકડી વાતમાં સલૂનના સ્ટાફ સાથે મિસબિહેવ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શું છે આખો મામલો? વાંચો અહીં...

સારા અને રિયા

સારા અને રિયા

પિંકવિલાના અહેવાલો અનુસાર, સારા અને રિયા મુંબઇના એક સલૂનમાં પહોંચ્યા હતા. સલૂનની સર્વિસ લીધા બિલ વખતે બંન્નેના કાર્ડ ડિક્લાઇન થતા તેમને શોક લાગ્યો હતો. આ અંગે ઇન્ફોર્મ કરવા આવનાર મેનેજરને આ બંન્નેએ મળીને ખખડાવ્યો હતો.

મેનેજર સાથે કરી ગેરવર્તણૂક

મેનેજર સાથે કરી ગેરવર્તણૂક

એટલું જ નહીં, તેમણે મેનેજર સાથે ઊંચા અવાજે વાત કરતાં ગેરવર્તણૂક કરી હતી અને અપશબ્દો પણ કહ્યા હતા. બંન્નેનું આવું વર્તન જોઇ આસ-પાસ બેઠેલ અન્ય કસ્ટમર્સ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. એક કસ્ટમરે તો સારા અને રિયાને શાંત રહેવાની પણ સલાહ આપી, કારણ કે આસપાસ બાળકો હતા.

સારાએ ઢાંક્યો ચહેરો

સારાએ ઢાંક્યો ચહેરો

આ હોબાળા બાદ સલૂનમાંથી બહાર આવતી વખતે ફોટોગ્રાફર્સથી બચવા માટે સારા અલી ખાને પોતાનો ચહેરો ઓઢણીથી ઢાંકી લીધો હતો. આ બંન્ને એક સાથે સલૂનમાંથી બહાર નીકળતાં અને એક જ કારમાં રવાના થતા સ્પોટ થયા હતા.

સારા અને રિયાની મિત્રતા

સારા અને રિયાની મિત્રતા

સારા અને રિયા સારા મિત્રો છે, બંન્ને ઘણીવાર જિમમાં સાથે જતાં પણ સ્પોટ થાય છે. રિયા ચક્રવર્તીએ 'મેરે ડેડ કી મારુતિ' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. તે છેલ્લે રિતેશ દેશમુખની ફિલ્મ 'બેંક ચોર'માં જોવા મળી હતી. રિયાને હજુ બોલિવૂડમાં કંઇ ખાસ કરવાની તક નથી મળી, તો સારાનું કરિયર તો શરૂ થવાનું જ બાકી છે. એવામાં આ બંન્નેએ સલૂનમાં કરેલ વર્તન તેમની ઇમેજને નુકસાન કરી શકે છે.

સારાનું ડેબ્યૂ

સારાનું ડેબ્યૂ

સારા અલી ખાન ડાયરેક્ટર અભિષેક કપૂરની ફિલ્મ 'કેદારનાથ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર છે. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત જોવા મળશે. ફિલ્મની પ્રોડ્યૂસર એક્તા કપૂરે આ ખબરની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે.

English summary
Sara Ali Khan and her good friend Rhea created a scene at a salon in Mumbai.
Please Wait while comments are loading...