સારા અલી ખાનનો પૂલ Video વાયરલ, સમુદ્રમાં દેખાયો અનોખો અંદાજ
અભિનેત્રી સારા અલી ખાન હાલમાં પોતાના વેકેશનના કારણે છવાઈ ગઈ છે. તેના વેકેશનના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
અભિનેત્રી સારા અલી ખાન હાલમાં પોતાના વેકેશનના કારણે છવાઈ ગઈ છે. તેના વેકેશનના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. તેણે શુક્રવારે પોતાનો એક પૂલ વીડિયો શેર કર્યો છે. જેમાં તે પૂલમાં ડૂબકી લગાવીને વાળને પાણીથી ઝટકતી જોવા મળી રહી છે. તેનો આ વીડિયો સ્લો મોશનમાં છે. જે ફેન્સને ખૂબ ગમી રહ્યો છે.

દોસ્ત સાથે વેકેશન પર છે સારા
વીડિયોના કેપ્શનમાં સારાએ લખ્યુ છે, ‘સ્પલેશ સાથે પોતાના દિવસની શરૂઆત કરો.' જો કે સારાએ એ નથી જણાવ્યુ કે તે વેકેશન પર ક્યાં ગઈ છે. પરંતુ રિપોર્ટ્સની માનીએ તો તે પોતાની દોસ્ત કામ્યા અરોરા સાથે માલદીવમાં છે. એક અન્ય પોસ્ટમાં સારાએ પોતાની દોસ્ત સાથે અમુક ફોટા પણ શેર કર્યા છે. જેમાં તે ગુલાબી રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે.
|
ભાઈ સાથે શેર કર્યો હતો ફોટો
આ પહેલા તે પોતાના ભાઈ ઈબ્રાહીમ સાથે કરીના કપૂરની ક્રિસમસ પાર્ટીમાં દેખાઈ હતી. તેણે સોશિયલ મીડિય પર પોતાના ભાઈ સાથે ક્રિસમસ ફોટોશૂટ શેર કર્યો હતો અને પોતાના પિતા સૈફ અલી ખાન સાથે પણ ફોટા શેર કર્યા. તમને જણાવી દઈએ કે સારા અભિનેતા સૈફ અલી ખાન અને તેમની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી છે. તેણે વર્ષ 2018માં ફિલ્મ કેદારનાથી ડેબ્યુ કર્યુ હતુ. જેમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે દેખાઈ હતી. આ ઉપરાંત તે એ વર્ષે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંબામાં રણવીર સિંહ સાથે દેખાઈ.
|
આ ફિલ્મોમાં દેખાઈ સારા
જો વર્કફ્રન્ટની વાત કરીએ તો સારાની ઘણી ફિલ્મો આવવાની છે. આમાં કૂલી નંબર 1ની રિમેક પણ છે. જેમાં તે અભિનેતા વરુણ ધવન સાથે દેખાશે. આ ઉપરાંત તે ફિલ્મ લવ આજકલની રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મના નિર્દેશન ઈમ્તિયાઝ અલી કરી રહ્યા છે. આમાં સારા સાથે કાર્તિક આર્યન દેખાશે.












Click it and Unblock the Notifications
