સારા અલી ખાન- શુબમન ગિલ એકબીજાને ડેટ કરી રહ્યા છે? આ છે બોલિવૂડ-ક્રિકેટની જાણીતી લવ સ્ટોરીઓ!
બોલીવુડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે ભારતીય ક્રિકેટરોને દિલ આપ્યું છે. આ દિવસોમાં સારા અલી ખાન અને શુભમન ગિલનું નામ ચર્ચામાં છે.
બોલીવુડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે ભારતીય ક્રિકેટરોને દિલ આપ્યું છે. આ દિવસોમાં સારા અલી ખાન અને શુભમન ગિલનું નામ ચર્ચામાં છે.

સારા અલી ખાન-શુભમન ગીલ
સૈફ અલી ખાનની લાડલી સારા અલી ખાનની વાત કરીએ તો હાલમાં જ તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં તે શુભમન સાથે ડિનર કરતી જોવા મળી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર બંનેના ડેટિંગના સમાચાર આગની જેમ ફેલાઈ રહ્યા છે.

અનુષ્કા શર્મા- વિરાટ કોહલી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માને કોણ ભૂલી શકે છે. બંને સૌથી પ્રેમાળ કપલ્સની યાદીમાં સામેલ છે. બંનેએ 2013માં ડેટિંગ શરૂ કર્યુ અને 2017માં લગ્ન કર્યા હતા. હવે બંને એક દીકરીના માતા-પિતા બની ગયા છે.

આથિયા શેટ્ટી-કેએલ રાહુલ
આ પછી સુનીલ શેટ્ટીની પુત્રી આથિયાનું નામ આવે છે, જે લાંબા સમયથી ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે રિલેશનશિપમાં છે અને એવી જોરદાર ચર્ચા છે કે આ કપલ ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.

હેઝલ કીચ-યુવરાજસિંહ
પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા ક્રિકેટર યુવરાજ સિંહે પણ બોલીવુડ અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા છે. વર્ષ 2016માં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.

નતાશા સ્ટેનકોવિક-હાર્દિક પંડ્યા
પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે જાણીતો હાર્દિક પંડ્યા મોડલ, ડાન્સર અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે પણ ખુશહાલ જીવન જીવી રહ્યો છે. બંને એક પુત્ર અગસ્ત્યના માતા-પિતા બન્યા છે.

ધનશ્રી-યુઝવેન્દ્ર ચહલ
યુઝવેન્દ્ર ચહલ અને બોલિવૂડ કોરિયોગ્રાફર ધનશ્રી સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. બંનેની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ રહી છે.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
