For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલ્લિકાને સુપ્રીમ કોર્ટની રાહત, સમન સામે મનાઈ હુકમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ઑગસ્ટ : 31મી ડિસેમ્બર, 2006ની રાત્રે મુંબઈની એક ફાઇવ સ્ટાર હોટેલમાં મલ્લિકા શેરાવતના ડાન્સ બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તેમનો ડાન્સ અશ્લીલ જ નહીં, પણ ઉત્તેજક પણ હતો. આ અંગે વડોદરાની અદાલતે મલ્લિકા સામે સમન જારી કર્યુ હતું કે જેની સામે સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આ સાથે જ મલ્લિકાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે.

mallika-sherawat

નોંધનીય છે 31 ડિસેમ્બર, 2006 એટલે કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યોજાયેલ આ ડાન્સ અંગે સને 2007માં વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર તિવારી તેમજ મુંબઈની જે ડબ્લ્યુ મૅરિયટ હોટેલના માલિકે સંયુક્ત રીતે મલ્લિકા શેરાવત વિરુદ્ધ અશ્લીલતા ફેલાવવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે આ બૉલીવુડ અભિનેત્રી વિરુદ્ધ વડોદરાની અદાલતે કલમ 294 હેઠળ સમન જારી કર્યુ હતું.

આ સમન વિરુદ્ધ મલ્લિકા શેરાવતે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટકાવ્યા હતાં, પરંતુ હાઈકોર્ટે કેસ વડોદરા કોર્ટને પરત કર્યો હતો. તેથી મલ્લિકા શેરાવત સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં કે જ્યાંથી આજે તેમને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે હાલ તેમની સામે જારી કરાયેલ સમન ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો છે.

English summary
The Supreme Court today stayed a Vadodara court's order summoning actress Mallika Sherawat in a complaint filed against her for an alleged "obscene" and "provocative" dance performance in a hotel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X