ઓપનિંગમાં ફ્લૉપ અભિનેતાઓ બીજી ઇનિંગમાં મચાવશે ધમાલ?
મુંબઈ, 3 ડિસેમ્બર : બૉલીવુડ બધાને પનાહ આપે છે, ઘણાને એક નહીં, બે નહીં, પણ અનેક તક આપે છે. ગ્લૅમરની આ દુનિયામાં અનેક ભાગ્યશાળી લોકો એવા હોય છે કે જેઓની ઓપનિંગ ધડાકાભેર થાય અને પહેલી જ ફિલ્મ હિટ થઈ જાય છે, તો અનેક અભિનેતાઓ એવા પણ હોય છે કે જેમની ઓપનિંગ નિષ્ફળ રહે છે. આમ છતાં તેઓ નિરાશ નથી થતાં અને આમાંથી જ અમિતાભ બચ્ચન જેવા મહાનાયક પણ પેદા થાય છે.
ખેર, આપણે આજે અમિતાભ બચ્ચન અથવા અગાઉના ફિલ્મી અભિનેતાઓ-અભિનેત્રીઓ વિશે વાત નથી કરવી. આજે આપણે બૉલીવુડના કેટલાક એવા યુવા અભિનેતાઓની વાત કરવી છે કે જેઓ ઓપનિંગમાં ફ્લૉપ રહ્યાં છે, પરંતુ હવે આ કલાકારો બીજી ઇનિંગ માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે અને તેમને આશા પણ છે કે તેઓ બીજી ઇનિંગમાં જરૂર ધડાકો કરશે. આવા અભિનેતાઓમાં શૉટગન શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવ સિન્હા, હરમન બવેજા, રુસલાન મુમતાઝ, સચિન જોશી, અધ્યયન સુમન વિગેરેનો સમાવેશ થાય છે.
આ અંગે ફિલ્મ ઇતિહાસકાર એસ એમ એમ ઔસજાનું કહેવું છે કે જે કલાકારોની પહેલા તબક્કાની ફિલ્મો સફળ નથી થઈ, તેમના માટે મહત્વનું છે કે તેઓ નવા લુક અને રસપ્રદ સ્ક્રિપ્ટ સાથે ફરી વાર રૂપેરી પડદે આવવાની કોશિશ કરે. ચાલો આપને બતાવીએ એવા યુવા અભિનેતાઓ અને તેમની બીજી ઇનિંગ વિશે :

લવ સિન્હા
શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવ સિન્હાની પ્રથમ ફિલ્મ સદિયાં : બાઉન્ડ્રીઝ ડિવાઇજ લવ યુનાઇટેડ હતી. આ ફિલ્મ ફ્લૉપ રહી. લવ હવે મોટા પડદે સફળ કમબૅક કરવા માટે ઉમેશ શુક્લા તેમજ એકતા કપૂરની ફિલ્મ માટે સખત મહેનત કરે છે. સદિયાં વખતે લવ એટલા પરિપક્વ નહોતા. હવે ઉમેશ સાથે તેઓ કમબૅક કરશે. પોતાના લુક માટે તેમણે બહુ મહેનત કરી છે.

હરમન બવેજા
વૉટ્સ યોર રાશિ, વિક્ટરી તથા લવ સ્ટોરી 2050 જેવી ફિલ્મો દ્વારા ખાસ છાપ નહીં છોડી શકેલા હરમન બવેજા હવે રાજ કુન્દ્રા તથા શિલ્પા શેટ્ટીના પ્રોડક્શન હેઠળ ઢિસ્ક્યાઉ ફિલ્મ સાથે મોટા પડદે કમબૅક કરશે.

અધ્યયન સુમન
શેખર સુમનના પુત્ર અધ્યયન સુમન પણ બીજી ઇનિંગ માટે તૈયાર છે. શેખર દિગ્દર્શિત હાર્ટલેસ ફિલ્મ સાથે તેઓ બીજી ઇનિંગ શરૂ કરશે. શેખરનું કહેવું છે કે હાર્ટલેસમાં અધ્યયન ખૂબ જ જુદા દેખાશે.

સચિન જોશી
અનજાન તેમજ મુંબઈ મિરરમાં નજરે પડેલા સચિન જોશી હવે સન્ની લિયોન સાથે જૅકપૉટ ફિલ્મમાં દેખાશે. દિગ્દર્શક કૈઝાદ ગુસ્તાદને આશા છે કે આ ફિલ્મ સચિન માટે સારી સાબિત થશે. સચિન સ્વાભાવિક કલાકાર છે.

રુસલાન મુમતાઝ
તેરે સંગ : ઍ કિડલ્ટ લવ સ્ટોરી તથા આઈ ડોંટ લવ યૂ જેવી ફિલ્મો કરનાર રુસલાન મુમતાઝે પણ તાજેતરમાં કૉમેડી ફિલ્મ રોમિયા ઈડિયટ જાટની જૂલિયટ ફિલ્મ સાઇન કરી છે.












Click it and Unblock the Notifications
