વિરાટ-અનુષ્કા : ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનોં...
મુંબઈ, 28 ઑક્ટોબર : અનુષ્કાશર્મા અને વિરાટ કોહલી વચ્ચેના સંબંધો ખૂબ જ ચર્ચામાં છે. જોકે બંને આ બાબતનો ઇનકાર કરતા રહે છે, પરંતુ હકીકત સૌ જાણે છે.
વિરાટ કોહલી એક ક્રિકેટર છે અને અનુષ્કા શર્મા એક અભિનેત્રી છે. એવુ પહેલી વાર નથી થઈ રહ્યું કે ક્રિકેટ-સિનેમાની હસ્તીઓ એક-બીજાની નજીક આવી હોય, આમ છતાં વિરાટ-અનુષ્કાએ પોતાની રિલેશનશિપ અંગે જાહેરમાં કોઈ વાત કરી નથી.
તાજેતરમાં જ વિરાટ-અનુષ્કા મુંબઈની એક હૉસ્પિટલ ખાતે ક્રૅઝી ફૅન્સ સાથે કૅમેરે ઝડપાયા હતાં અને તે તસવીરો વાયરલ પણ થઈ હતી. ગોવા ફુટબૉલ ટીમના સહ-સ્વામી વિરાટ કોહલીની ટીમ ઇંડિયન સુપર લીગમાં ભાગ લઈ રહી છે અને ત્યાં પણ વિરાટ કોહલી સાથે અનુષ્કા શર્મા નજરે પડ્યા હતાં.
તાજેતરમાં જ વિરાટ-અનુષ્કા એક પાર્ટીમાં પણ સાથે ઝડપાયા હતાં :

અનુષ્કા શર્મા
કારમાંથી ઉતરતા અનુષ્કા શર્મા વિરાટ કોહલી સાથે પાર્ટી માટે તૈયાર છે.

વિરાટ કોહલી
વિરાટ કોહલી પણ પોતાની ગર્લફ્રેન્ડ અનુષ્કા સાથે પાર્ટી માટે પહોંચ્યા હતાં.

અનુષ્કા-વિરાટ
અનુષ્કા અને વિરાટ બંને નિડો બાંદ્રામાંથી બહાર સાથે આવતા દેખાયા હતાં.

હૅપ્પી અનુષ્કા
અનુષ્કા શર્મા વિરાટ સાથે સાચે જ હૅપ્પી હૅપ્પી લાગે છે.

વધુ એક
અનુષ્કા વિરાટ સાથે ખડખડાટ હસી રહ્યા છે.

વિરાટ-અનુષ્કા
વિરાટ-અનુષ્કા ઘણી વખત કૅમેરામાં સાથે કેદ થયા છે, પરંતુ આ વખતે બંનેએ કોઈ પણ જાતનો સંકોચ ન અનુભવી સહજ રીતે પોઝ આપ્યા હતાં.












Click it and Unblock the Notifications
