મહેશ બાબૂના વિવાદ વચ્ચે કેમ વાયરલ થઈ રહ્યો છે શાહરુખ ખાનનો 14 વર્ષ જૂનો વીડિયો?
શાહરુખ ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેના દ્વારા લોકો મહેશ બાબૂને વિનમ્રતા શીખવા માટે કહી રહ્યા છે.
નવી દિલ્લીઃ હાલમાં જ ફિલ્મ 'મેજર'ના ટ્રેલર લૉન્ચ પર સાઉથ સુપરસ્ટાર મહેશ બાબૂ પણ પહોંચ્યા. આ દરમિયાન તેમને પેન ઈન્ડિયામાં ફિલ્મો રિલીઝ કરવાને લઈને સવાલ કરવામાં આવ્યો. જેના પર તેમણે એવો જવાબ આપ્યો કે લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા. સાથે જ તેમને ઘણા લોકો ઘમંડી ગણાવી રહ્યા છે. આ દરમિયાન શાહરુખ ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેના દ્વારા લોકો મહેશ બાબૂને વિનમ્રતા શીખવા માટે કહી રહ્યા છે.

'બૉલિવુડમાં સમય બરબાદ નહિ કરુ'
વાસ્તવમાં મહેશ બાબૂને પૂછવામાં આવ્યુ હતુ કે તે માત્ર તેલુગુ ફિલ્મોમાં જ આવશે કે તેમનો પેન ઈન્ડિયા રિલીઝનો કોઈ પ્લાન છે. આના પર એક્ટરે જવાબ આપ્યો કે મને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઘણી ઑફર્સ મળે છે પરંતુ મને ખબર છે કે એ લોકો મને અફૉર્ડ કરી શકે તેમ નથી. એ કોઈ એવી ઈન્ડસ્ટ્રીમાં કામ નહિ કરે જે તેમને અફૉર્ડ ના કરી શકે. તેમની પાસે જે ઈજ્જત, પૈસા, નામ છે તે બધુ સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી મળ્યુ છે. તે બૉલિવુડમાં જઈને પોતાનો સમય બરબાદ નહિ કરે.

બર્લિન ફિલ્મ ફેસ્ટીવલનો છે વીડિયો
આ નિવેદન બાદ મહેશ બાબૂની ખૂબ ટીકા થઈ. હવે અમુક લોકોએ શાહરૂખ ખાનનો એક દાયકા કરતા વધુ જૂનો વીડિયો શોધી કાઢ્યો છે જે 2008ના બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો છે. તે દરમિયાન એક પત્રકારે તેમને પ્રશ્ન પૂછ્યો કે તમે ક્યારેય હોલીવુડ વિશે વિચાર્યું છે? શું તમે ક્યારેય ત્યાં કામ કરવા માંગતા હતા? જેના પર શાહરૂખે ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો.

કિંગ ખાનનો હતો આ જવાબ
શાહરૂખ ખાને કહ્યુ કે મારુ અંગ્રેજી સારુ નથી. જો એ લોકો મને એક મૂંગા વ્યક્તિનો રોલ આપે જે બોલવા નથી માંગતો તો કંઈક થઈ શકે છે. વળી, હું 42 વર્ષનો છુ, મારો રંગ થોડો બ્રાઉન છે. મારી પાસે કોઈ ખાસ પ્રતિભા નથી અને હું કુંગ ફૂ જાણતો નથી, હું લેટિન સાલસા પર ડાન્સ કરી શકતો નથી, હું બહુ ઊંચો નથી. શાહરૂખે વધુમાં કહ્યુ કે તમે જેને સપનાની ફેક્ટરી કહી રહ્યા છો તેમાં મારા માટે કોઈ સ્થાન નથી. મને પણ લાગે છે કે હું એટલો પ્રતિભાશાળી નથી. મારો હેતુ હિન્દી ફિલ્મોમાં કામ કરીને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનો છે.
SRK explains why he never entertained the idea of working in Hollywood. @iamsrk at the Berlinale 2008 press conference, Berlin, Germany pic.twitter.com/MR3DprkMCV
— srk1000faces - Fan Account 🇩🇪 (@srk1000faces) May 11, 2022
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
