Shahrukh khan Injured: 'કિંગ'ના સેટ પર ગંભીર રીતે ઘાયલ થયો શાહરુખ ખાન, જાણો કેવી છે તેની હાલત
સુપરસ્ટાર શાહરુખ ખાન તેની આગામી ફિલ્મ 'કિંગ'ના સેટ પર ઘાયલ થયો છે.
Shahrukh khan Injured: શાહરૂખ ખાન બોલીવુડના કિંગ અને સુપરસ્ટાર છે. તે પોતાની ફિલ્મો માટે સખત મહેનત કરવા માટે જાણીતો છે. તે દરેક દ્રશ્યમાં પોતાનું 100 ટકા આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. ઘણી વખત તેને આ કારણે ઈજા પણ થઈ છે. ફરી એકવાર, બોલિવૂડના કિંગ તેની આગામી એક્શન ફિલ્મ 'કિંગ' ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો છે. 59 વર્ષીય શાહરૂખ ખાન મુંબઈના ગોલ્ડન ટોબેકો સ્ટુડિયોમાં કેટલાક જબરદસ્ત એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન તે અકસ્માતમાં ઘાયલ થયો હતો.

શાહરૂખ ખાન તાત્કાલિક સારવાર માટે અમેરિકા ગયા
એક સૂત્રએ જણાવ્યું છે કે, શાહરૂખ ખાનને શૂટિંગ દરમિયાન ઇજા થઈ હતી અને આ માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. તેમને સ્નાયુઓમાં દુઃખાવા જેવી ઈજા થઈ છે. ઇજાને ગંભીર ગણવામાં આવી નથી પણ આ પહેલા પણ સ્ટંટ કરતી તેમના શરીરના ઘણા સ્નાયુઓને ઈજા પહોંચાડી હતી. શાહરૂખ ખાનને તાત્કાલિક પોતાની ટીમ સાથે અમેરિકા સારવાર માટે લઈ જવાયા છે.
ડોક્ટરે શાહરૂખ ખાનને શું સલાહ આપી છે ?
રિપોર્ટ અનુસાર, સૂત્રએ જણાવ્યું હતું કે સર્જરી પછી, શાહરૂખને કામમાંથી એક મહિનાનો વિરામ લેવાની સલાહ આપવામાં આવી છે, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કિંગનું આગામી શેડ્યૂલ હવે સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં શરૂ થશે કારણ કે શાહરૂખને સ્વસ્થ થવા માટે થોડો સમય લેવાની સલાહ આપવામાં આવી છે. ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા પછી, તે પૂરી શક્તિ સાથે સેટ પર પાછો ફરશે.
આ સાથે, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જુલાઈથી ઓગસ્ટ દરમિયાન ફિલ્મ સિટી, ગોલ્ડન ટોબેકો અને YRF ખાતે કિંગના ઘણા ભાગોના શૂટિંગ માટે બુકિંગ આગામી સૂચના સુધી રદ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે કિંગનું શૂટિંગ ભારત અને યુરોપમાં થવાનું છે. શૂટિંગ શેડ્યૂલ વિશે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
શાહરૂખ ખાન ઘણીવાર થયા ઘાયલ
સુપરસ્ટાર શાહરૂખ ખાન આ પહેલા પણ પોતાની ફિલ્મોના શૂટિંગ દરમિયાન ઘણી વખત ઘાયલ થયા છે. ફિલ્મ 'ડર'ના શૂટિંગ દરમિયાન અભિનેતાની ત્રણ પાંસળીઓ અને ડાબા પગની ઘૂંટીને ઈજા પહોંચી હતી. વર્ષ 1993માં અભિનેતાના પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. શાહરૂખ ખાનને 'કોયલા'ના સેટ પર પણ ઈજા થઈ હતી. ફિલ્મ 'શક્તિ'માં આઇટમ નંબર 'ઇશ્ક કામીના' દરમિયાન શાહરૂખને પીઠમાં ઈજા થઈ હતી. જેના માટે અભિનેતાએ યુકેની એક હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી.












Click it and Unblock the Notifications
