Besharam Rang Out: 'પઠાન'નુ પહેલુ ગીત બેશર્મ રંગ થયુ રિલીઝ, ગીતમાં શાહરુખ-દીપિકાની કેમેસ્ટ્રીએ લગાવી આગ
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની પઠાણ ફિલ્મનુ પહેલુ ગીત રિલીઝ થઈ ચૂક્યુ છે. બંનેની કેમેસ્ટ્રી જોરદાર છે.
Pathaan Song Besharam Rang Released: શાહરૂખ ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'પઠાણ'નું પહેલુ ગીત 'બેશર્મ રંગ' રિલીઝ થઈ ગયુ છે. ફિલ્મના ફર્સ્ટ લુકથી લઈને તમામ અપડેટ્સ સતત બહાર આવી રહ્યા છે, ચાહકો ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે આ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થઈ ગયુ છે, જેમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

ગીતમાં દેખાઈ શાહરુખ-દીપિકાની કેમેસ્ટ્રી
હાલમાં જ 'બેશર્મ રંગ' ગીતનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો. જે બાદ ચાહકો આ ગીતના રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ગીતમાં લાંબા સમય બાદ ફરી એકવાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના ઓન-સ્ક્રીન રોમાંસની ઝલક જોવા મળી હતી. ગીતમાં દીપિકાનુ શાનદાર પ્રદર્શન ચાહકોનુ દિલ જીતી રહ્યુ છે. આ ગીતમાં શાહરૂખ અને દીપિકાની કેમેસ્ટ્રી જોવા જેવી છે.

સોશિયલ મીડિયા પર થઈ રહી છે ચર્ચા
બેશરમ રંગના ગીતો કુમાર દ્વારા લખવામાં આવ્યા છે, જ્યારે શિલ્પા રાવ, કેરાલિસા મોન્ટેરો અને વિશાલ-શેખરની જોડીએ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતને વૈભવી મર્ચન્ટે કોરિયોગ્રાફ કર્યુ છે. આ ગીતને રિલીઝ થયાને થોડો સમય થયો છે અને તેને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર આ ગીતની સતત ચર્ચા થઈ રહી છે. દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની જોડી ચાહકોને ગમે છે.

આ દિવસે રિલીઝ થશે 'પઠાન' ફિલ્મ
શાહરૂખ ખાન લગભગ 5 વર્ષ પછી ફિલ્મ 'પઠાણ'થી મોટા પડદા પર કમબેક કરશે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુમાં રિલીઝ થશે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આટલા લાંબા સમય બાદ શાહરૂખ ખાનની વાપસી ચાહકોના દિલ જીતવામાં કેટલી સફળ રહે છે તે જોવુ રહ્યુ.












Click it and Unblock the Notifications
