95 દિવસથી રાહ જોઈ રહેલા ચાહકની ઈચ્છા શાહરુખ ખાને કરી પૂરી, એવી ગિફ્ટ આપી કે લોકો કરવા લાગ્યા વખાણ
Shah Rukh Khan fulfills the wish: 2 નવેમ્બરના રોજ બોલિવુડના બાદશાહ શાહરુખખાનો જન્મ દિવસ હતો. જન્મદિવસના દિવસે શાહરુખ ખાનના ઘરની બહાર હજારો ચાહકો તેની એક ઝલક જોવા માટે ભેગા થાય છે. ત્યારે આ શાહરુખ ખાનના જન્મદિવસે તેના ઘરની બહારથી એક ફેનનો વીડિયો સામે આવ્યો હતો.
આ વીડિયોમાં જોવા મળતુ હતુ કે, શાહરુખ ખાનના બાંદ્રા સ્થિત ઘર મન્નતની બહાર એક વ્યક્તિ ઉભો હતો. આ વ્યક્તિના હાથમાં પ્લેકાર્ડ હતુ, જેમાં લખ્યુ હતુ કે, તે શાહરુખ ખાનને મળવા માટે છેલ્લા 95 દિવસથી રાહ જોઈ રહ્યો છે.
શાહરુખ ખાનને છેલ્લા 95 દિવસથી મળવા માટે ઘરની બહાર ઉભા રહેલા વ્યક્તિનું નામ શેર મહોમ્મદ છે. આ યુવક મુળ ઝારખંડનો રહેવાસી છે. તે માત્ર જીવનમાં એક વખત શાહરુખ ખાનને મળવા માંગતો હતો.

પિંકવિલામાં છપાયેલા અહેવા મુજબ, શાહરુખ ખાન તેના આ ફેનને માત્ર ન મળ્યો પરંતુ તેને 10 હજાર રૂપિયા આપ્યા અને 4700 રૂપિયા પેટ્રોલ અને ખાવા-પીવા માટે પણ આપ્યા.
શાહરુખ ખાનના આ વ્યવહારથી ઈન્ટરનેટ પર અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. શાહરુખ ખાન અને તેના આ ફેન શેર મહોમ્મદની મુલાકાતનો વીડિયો હાલ સોશિયલ મીડિયાના પેજ પર શેર કરવામાં આવ્યો છે.
શાહરુખ ખાન સાથેની મુલાકાત બાદ શેર મોહમ્મદે ઈન્સ્ટન્ટ બોલિવુડને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેણે જણાવ્યુ હતુ કે, તે તેના ગામમાં એક કોમ્પ્યુટર ચલાવે છે, તે જ્યારથી શાહરુખ ખાનને મળવા માટે આવ્ય છે ત્યારથી તેનું કોમ્પ્યુટર સેન્ટર બંધ છે. જેના કારણે તેને નુકસાન થયુ હતુ. જો કે, શાહરુખ ખાને તેને 10 હજાર રૂપિયા આપ્યા હતા.
LATEST : King Khan meets the FAN who had travelled from Jharkhand and had been waiting for more than 95 days outside Mannat to meet him!
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) November 4, 2024
Truly, agar kisi cheez ko pure dil se chaaho ❤️ SRK makes his dream come true ! #ShahRukhKhan #King #SRKDay #HappyBirthdaySRK pic.twitter.com/CMBN2JN7HJ
જો કે, હાલ શાહરૂખના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે 'કિંગ'માં જોવા મળવાનો છે. તેમાં સુહાના ખાન, અભિષેક બચ્ચન અને અભય વર્મા પણ જોવા મળશે. જો કે, અત્યાર સુધી ફિલ્મની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
