લોસ એન્જલસમાં શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાનને ઈજા, જાણો કેવી છે હાલત?

શાહરૂખ ખાનના ચાહકો માટે અમેરિકાના લોસ એન્જલસથી એક માઠા સમાચાર આવ્યા છે. સમાચારો અનુસાર, અહીં શુટિંગ દરમિયાન શાહરૂખ ખાનને ઈજા થઈ છે અને તેને હોસ્પિટલ ખસેડાયો છે.

અહેવાલો અનુસાર, શાહરૂખ ખાન લોસ એન્જલસમાં શુટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડાયો છે અને સર્જરી કરાઈ છે. સમાચાર અનુસાર, શાહરૂખ ખાનને નાકના ભાગે ઈજા થઈ છે અને લોહી નીકળ્યુ હતુ. જો કે હવે તેની હાલત સારી છે અને તે ઈન્ડિયા પરત ફરી રહ્યો છે.

Shah Rukh Khan

સૂત્રો અનુસાર, શાહરૂખ ખાન લોસ એન્જલસમાં તેના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેને નાકના ભાગે ઈજા થઈ છે. જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવાયો. ડૉક્ટરોએ ચિંતાની કોઈ સ્થિતી ન હોવાનું જણાવ્યુ છે અને બ્લીડિંગ રોકવા માટે નાની સર્જરી કરાઈછે. ઓપરેશન બાદ શાહરૂખ ખાન ભારત પરત ફરી રહ્યો છે.

જણાવી દઈએ કે, શાહરૂખ ખાન આ દિવસોમાં તેની આવનારી ફિલ્મ જવાનને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે નયનથારા, સાન્યા મલ્હોત્રા અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાધરોમાં આવશે.

શાહરૂખ ખાન છેલ્લે ફિલ્મ પઠાણમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 1,000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

શાહરૂખ ખાન જવાન બાદ ડંકીમાં જોવા મળશે. આ ફિલ્મને રાજકુમાર હિરાની નિર્દેશિત કરી રહ્યા છે અને તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X