શાહરૂખની 'ચેન્નઇ એક્સપ્રેસ' હવે દોડશે તમારા મોબાઇલ પર
મુંબઇ, 25 જુલાઇ: બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાને પોતાની આગામી ફિલ્મ 'ચેન્નઇ એક્સપ્રેસ'ના પ્રદર્શન પહેલાં ફિલ્મના નામથી એક ગેમ લોંચ કરી છે. તેમને ગેમ લોંચ કરતી વખતે ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીને પોતાની સાથે ગેમ રમવાનો પડકાર ફેંક્યો હતો.
ગેમનું નામ 'ચેન્નઇ એક્સપ્રેસ: એસ્કેપ રામેશ્વરમ' છે. શાહરુખ ખાને રોહિત શેટ્ટી સાથે ગેમ રમતાં સારું પ્રદર્શન કર્યું હતું. તેમને કહ્યું હતું કે ફિલ્મને ખેલના રૂપમાં રજૂ કરવી ઘણું મુશ્કેલ કામ છે, તેમાં રચનાત્મક પડકારો સામે આવે છે.
શાહરુખ ખાને એક નિવેદનમાં કહ્યું હતું કે ફિલ્મનો એક વિષય અને દ્રષ્ટિકોણ હોય છે. એક રમતમાં રમનારને વ્યસ્ત રાખવા માટે કેટલીક વાતોની જરૂરિયાત છે. 'ચેન્નઇ એક્સપ્રેસ' ગેમમાં ફિલ્મના ગ્રાફિક્સ, વિષયવસ્તુ અને વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને કહ્યું હતું કે આ રમતની રચનાની પ્રક્રિયામાં સામેલ થઇને મને ખૂબ મજા આવી. આશા છે કે રમનારાઓને પણ મજા આવશે. ડિઝની યૂટીવીના ડિજિટલ વિભાગ દ્વારા વિકસિત ગેમ ફિચર અને એંડ્રોઇડ મોબાઇલ ફોન માટે કરવામાં આવ્યું છે. ગેમના આઇઓએસને ફિલ્મની સાથે બજારમાં ઉતારવામાં આવશે. ફિલ્મ નવ ઓગષ્ટના રોજ રિલીઝ થશે.

યૂટીવી મોશન પિક્ચર્સ અને રેડ ચિલી એન્ટરટેનમેન્ટના સહ-નિર્માણમાં બનેલી ફિલ્મ 'ચેન્નઇ એક્સપ્રેસ'માં અભિનેતા શાહરુખ ખાન અને અભિનેત્રી દિપીકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે.












Click it and Unblock the Notifications
