VIDEO: દીકરી સુહાનાને કોઈ KISS કરે તો શું કરશો, આ સવાલ પર શાહરુખનો જવાબ સાંભળીને ચોંકી જશો

કરણ જોહરે શાહરુખ ખાનને તેની દીકરી સુહાનાની ફર્સ્ટ કિસ વિશે સવાલ પૂછ્યો. વાંચો, શાહરુખે શું કહ્યુ.

મુંબઈઃ બૉલિવુડના કિંગ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે. આ પ્લેટફૉર્મ પર તેની ઉપસ્થિતિ ચર્ચામાં પણ રહે છે. તે ન્યૂયોર્કમાં રહીને અભ્યાસ કરે છે. સુહાના વિશે શાહરુખ ખાન ઘણી વાર એક પ્રોટેક્ટીવ પિતા હોવાની વાત કહે છે. પરંતુ આ દરમિયાન શાહરુખનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સુહાનાની પર્સનલ લાઈફ વિશે વાત કરી રહ્યા છે. આ વીડિયો કરણ જોહરના ટૉક શો કૉફી વિથ કરણનો છે જેમાં શાહરુખ આલિયા ભટ્ટ સાથે પહોંચ્યા હતા. શો દરમિયાન કરણ જોહરે શાહરુખ ખાનને તેની દીકરી સુહાનાની ફર્સ્ટ કિસ વિશે સવાલ પૂછ્યો.

જાણો શું હતો કરણનો સવાલ અને શું હતો શાહરૂખનો જવાબ

જાણો શું હતો કરણનો સવાલ અને શું હતો શાહરૂખનો જવાબ

કરણે શાહરુખ ખાનને પૂછ્યુ કે તમારી દીકરી 16 વર્ષની થઈ ચૂકી છે. જો તમારા દીકરીને કોઈ કિસ કરે તો તમે તેની સાથે શું કરશો? શું તમે તે વ્યક્તિને મારી નાખશો? આ સવાલનો જવાબ આપીને શાહરુખ ખાને કહ્યુ કે હું એ વ્યક્તિનો હોઠ કાપી નાખીશ. તમને જણાવી દઈએ ેક આ શાહરુખ ખાનનો થ્રોબેક વીડિયો છે જે હવે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં જ મિસ્ટ્રી બૉય સાથે દેખાઈ હતી સુહાના

હાલમાં જ સુહાનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો હતો. આમાં તે પોતાના દોસ્તો સાથે જોવા મળી રહી છે. આ ફોટોમાં સુહાના સાથે એક મિસ્ટ્રી બૉય પણ દેખાઈ રહ્યો છે. દરેક જણ હવે એ જાણવા માંગે છે કે તે છે કોણ. આ ઉપરાંતચ સુહાનાનો અંદાજ તેના ફેન્સમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ફોટામાં સુહાનાએ બ્લુ પેન્ટ અને ક્રૉપ ટૉપ પહેર્યુ છે. તે આ લુકમાં હૉટ લાગી રહી છે.

જલ્દી ફિલ્મોમાં આવી શકે છે સુહાના

જલ્દી ફિલ્મોમાં આવી શકે છે સુહાના

સુહાના ખાન પણ પોતાના પિતાની જેમ જલ્દી ફિલ્મોમાં આવી શકે છે. સુહાના એક મેગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે. શાહરુખ ખાને થોડા સમય પહેલા કહ્યુ હતુ કે જો સુહાના ફિલ્મોમાં આવવા માંગતી હોય તો તેને કોઈ વાંધો નથી. તેણે પહલા તેનો અભ્યાસ પૂરો કરવો પડશે. માનવામાં આવી રહ્યુ છે કે ન્યૂયોર્કથી પાછા આવ્યા બાદ તે ફિલ્મોમાં એન્ટ્રી કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X