શાહિદ કપૂરે પોતાના બાળકો માટે ખરીદ્યુ 58 કરોડનુ નવુ ઘર, દરિયા કિનારાથી દેખાય છે અદભૂત નઝારો

શાહિદ-મીરાએ જણાવ્યુ હતુ કે તેમણે પોતાના બંને બાળકો, દીકરી મિશા અને દીકરા જૈન માટે મુંબઈના વર્લી વિસ્તારમાં એક લક્ઝરી અપાર્ટમેન્ટ ખરીદ્યુ છે.

મુંબઈઃ બૉલિવુડ સ્ટાર શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત હાલમાં લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે. બૉલિવુડના આ પાવર કપલે થોડા દિવસો પહેલા જ જણાવ્યુ હતુ કે તેમણે પોતાના બંને બાળકો, દીકરી મિશા અને દીકરા જૈન માટે મુંબઈના વર્લી વિસ્તારમાં એક લક્ઝરી અપાર્ટમેન્ટ ખરીદ્યુ છે. તેમના નવા ઘરથી બાંદ્રા-વર્લી સી લિંકનો શાનદાર નઝારો દેખાય છે. સમાચાર છે કે શાહિદ અને મીરાએ વર્ષ 2018માં આ અપાર્ટમેન્ટ બુક કરાવ્યુ હતુ અને વર્ષ 2019માં તેમને આનુ પઝેશન મળ્યુ હતુ. હાલમાં શાહિદ અને મીરા પોતાના નવા અપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયા છે.

શાહિદ અને મીરાનુ લક્ઝરી અપાર્ટમેન્ટ

શાહિદ અને મીરાનુ લક્ઝરી અપાર્ટમેન્ટ

શાહિદ કપૂરની પત્ની મીરા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા આલીશાન અપાર્ટમેન્ટની એક ઝલક શેર કરી છે. પોતાના નવા ઘરનો ફોટો પોસ્ટ કરીને મીરા કપૂરે કેપ્શનમાં લક્યુ છે - કોણ જાણે છે? શું આ અમુક અદભૂત અને નવી શરુઆત છે? આ ફોટામાં મીરા કપૂર વ્હાઈટ કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. મીરા નવા ઘરના ડ્રોઈંગ રુમમાં બેઠેલી દેખાય છે જેમાં દિવાલો ગ્રે કલરની છે અને ક્લાસિક ફર્નિચર દેખાઈ રહ્યુ છે.

મીરાએ શેર કર્યો નવા ઘરનો વીડિયો

મીરાએ શેર કર્યો નવા ઘરનો વીડિયો

આ પહેલા મીરા કપૂરે એક નવો વીડિયો શેર કર્યો હતો જેમાં તે પિયાનોની પ્રેકટીસ કરતી દેખાઈ રહી હતી. લોકોનુ કહેવુ છે કે આ તેમના નવા ઘરની અંદર જ લેવામાં આવ્યો છે. પિંકવિલાના સમાચાર મુજબ શાહિદ અને મીરા પોતાના બંને બાળકો સાથે વર્લીના ઘરમાં શિફ્ટ થયાને પાંચ દિવસ થઈ ગયા છે.

શાહિદ કપૂરે નવા ઘરમાં કરી પૂજા

શાહિદ કપૂરે નવા ઘરમાં કરી પૂજા

મીડિયા રિપોર્ટ મુજબ મીરા અને શાહિદ કપૂરે પોતાના નવા ઘરમાં એન્ટ્રી કરતા પહેલા એક નાની પૂજા કરી અને પછી એ લોકો અપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા છે. શાહિદે ખુદ મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે મહામારીએ તેમના ઘરના કન્સ્ટ્રક્શનને ઘણુ ઈફેક્ટ કર્યુ હતુ પરંતુ બાદમાં બધુ કામ બરાબર પૂરુ થઈ ગયુ.

58 કરોડ રુપિયામાં ખરીદ્યુ નવુ ઘર

58 કરોડ રુપિયામાં ખરીદ્યુ નવુ ઘર

તમને જણાવી દઈએ કે શાહિદ અને મીરાના નવા ઘરની કિંમત લગભગ 58 કરોડ રૂપિયા છે. પોતાની લક્ઝરી કારો અને બાઈક્સ માટે શાહિદ કપૂરે પોતાના ઘરમાં 6 પાર્કિંગ સ્લૉટ બનાવ્યા છે. શાહિદે પોતાની પસંદથી નવા ઘરમાં 500 વર્ગ ફૂટની એક શાનદાર બાલકની બનાવી છે.

મીરા કપૂરે બતાવી પોતાની નવી રસોઈ

મીરા કપૂરે બતાવી પોતાની નવી રસોઈ

મીરાએ 30 સપ્ટેમ્બરે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની રસોઈના બે ફોટો પોસ્ટ કર્યા હતા. પહેલા ફોટોમાં મીરા પોતાની નવા રસોઈ અને પોતાના મસાલા કલેક્શનને ફ્લૉન્ટ કરી રહી છે. વળી, બીજા ફોટામાં મીરાએ પોતાનુ દાળનુ કલેક્શન બતાવ્યુ હતુ અને લોકોને જણાવ્યુ હતુ કે શાકાહારી લોકો પોતાની દાળને કેટલો પ્રેમ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X