Gossip: શું જ્હાનવી કપૂર શાહિદના ભાઇને કરી રહી છે ડેટ?
પ્રિયંકા ચોપરાના બેવૉચની સ્ક્રિનિંગ પર શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂર અને શાહિદ કપૂરના નાના ભાઇ ઇશાન ખટ્ટર એકસાથે જોવા મળ્યા હતા.
છેલ્લા કેટલાયે સમયથી બોલિવૂડમાં શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂરના ડેબ્યૂની ખબરોએ જોર પકડ્યું છે. કહેવાઇ રહ્યું છે કે, તે કરણ જોહરની ફિલ્મ થકી બોલિવૂડમાં પદાર્પણ કરશે. શ્રીદેવી તો ઘણા સમયથી જાણે જ્હાનવીના ડેબ્યૂની તૈયારીમાં લાગી ગઇ છે. હાલમાં બોલિવૂડની દરેક પાર્ટી, દરેક ફંક્શનમાં જ્હાનવી જોવા મળી રહી છે.
બોલિવૂડમાં લાઇમલાઇટમાં આવવાનો એક ગેર-ફાયદો એ છે કે, તમારા વિશે અનેક વાતો ઉડવા માંડે છે. રિસન્ટલી જ્હાનવી કપૂર શાહિદ કપૂરના નાના ભાઇ ઇશાન ખટ્ટર સાથે સ્પોટ થઇ હતી અને અનેક અફવાઓ ઉડવા લાગી.

જ્હાનવી કપૂર અને ઇશાન ખટ્ટર
પ્રિયંકા ચોપરાની હોલિવૂડ ફિલ્મ બેવૉચના સ્ક્રિનિંગમાં શાહિદનો ભાઇ અને જ્હાનવી સાથે પહોંચ્યા હતા. છેલ્લા થોડા સમયથી આ બંન્ને સાથે હોવાની ખબરો આવી રહી હતી, એમાં આ ઘટનાએ આગમાં ઘી હોમવા જેવું કામ કર્યું. ઇશાન ખટ્ટર પોતે કાર ચલાવી રહ્યાં હતા અને જ્હાનવી બેક સીટ પર બેઠેલી જોવા મળી હતી.

શાહિદને નથી પસંદ
ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂરનો નાનો ભાઇ ઇશાન પણ જલ્દી જ ફિલ્મોમાં ડેબ્યૂ કરવાનો છે. એવામાં જ્હાનવી અને ઇશાનના લિંક-અપની ખબરોથી શાહિદ કપૂર ખાસ ખુશ નથી. શાહિદે ઇશાનને સમજી વિચારીને ફ્રેન્ડશિપ કરવાની સલાહ આપી છે. આ સ્ટેજ પર જ્હાનવી અને ઇશાનના લિંક-અપની ખબરો યોગ્ય નથી, એવું શાહિદનું માનવું છે.

કરણ જોહરની પાર્ટી
આ પહેલાં જ્હાનવી કરણ જોહરની પાર્ટીમાં પણ જોવા મળી હતી. ખબરો અનુસાર આ પાર્ટીમાં જ્હાનવી સતત રણબીર કપૂરનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહી હતી. તેના આ વર્તનથી લોકો ચોંકી ગયા હતા. વળી તે પાર્ટીમાં પોતાના સાવકા ભાઇ અર્જુન કપૂરથી બરાબર અંતર જાળવીને ચાલી રહી હતી.

બોલિવૂડ ડેબ્યૂ
થોડા સમય પહેલા ખબરો આવી હતી કે, જ્હાનવી ધર્મા પ્રોડક્શનની ફિલ્મ શિદ્દતથી ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં પહેલા વરૂણ ધવનને કાસ્ટ કરવામાં આવ્યા હતા, જો કે પછીથી વરુણની જગ્યાએ આદિત્ય રોય કપૂરને ફાઇનલ કરવામાં આવ્યા.

સૈરાટની રિમેક
આ પહેલાં સમાચાર આવ્યા હતા કે, જ્હાનવી કરણ જોહરની આગામી ફિલ્મ, જે સુપરહિટ મરાઠી રોમેન્ટિક ફિલ્મ સૈરાટની બોલિવૂડ રિમેક હશે, એનાથી ડેબ્યૂ કરશે. બોની કપૂર પણ આ વાત કન્ફર્મ કરી ચૂક્યા હતા, કે જ્હાનવી કરણ જોહરની ફિલ્મથી ડેબ્યૂ કરશે.

ઇશાન ખટ્ટર સાથે જ્હાનવી
આ ફિલ્મમાં જ્હાનવીની સામે ઇશાન ખટ્ટર ફાઇનલ હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંન્ને સાથે કેટલીક પાર્ટીમાં પણ સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. આખરે કરણ જોહરે જ્હાનવીને સલાહ આપી હતી કે, આવું ન થાય એનું તે ધ્યાન રાખે તથા સોશિયલ મીડિયા પર પણ તસવીરો પોસ્ટ કરતાં પહેલાં વિચારે.

શિખર પહારિયા
ઇશાન ખટ્ટર પહેલાં જ્હાનવીનું નામ તેના મિત્ર શિખર પહારિયા સાથે જોડાયું હતું. શિખર અને જ્હાનવી ખાસ મિત્રો છે અને તેમના આવા અનેક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા છે.

મેરેજ ફંક્શન
એક મેરેજ ફંક્શનની પાર્ટીમાં શિખર અને જ્હાનવી એકદમ બિન્દાસ ડાન્સ કરતાં નજરે પડ્યાં હતા. આ તસવીરો અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

ઉત્સાહિત શ્રીદેવી
જ્હાનવીના બોલિવૂડ ડેબ્યૂ અંગે શ્રીદેવી પણ ખૂબ ઉત્સાહિત છે અને તે અત્યારથી જ જ્હાનવીને ટ્રેઇન કરી રહી છે. મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં અને ત્યાર બાદના ઘણા ફંક્શન-ઇવેન્ટમાં શ્રીદેવી પોતાની દિકરી જ્હાનવી સાથે પહોંચી હતી. મનીષ મલ્હોત્રા ડિઝાઇન્ડ આઉટફિટમાં જ્હાનવીના અનેક ફોટોઝ શ્રીદેવી પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: આગામી બે દિવસ બાદ પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
