શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પહેરી એવી શૉર્ટસ, થઈ રહી છે ખરાબ રીતે ટ્રોલ!
પત્ની મીરા રાજપૂતના અમુક ફોટા સામે આવ્યા છે. આ ફોટા સામે આવ્યા બાદ તે ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે.
મુંબઈઃ બૉલિવુડના સ્ટાર્સ કોઈને કોઈ કારણોસર ઘણી વાર ટ્રોલ થતા રહે છે પરંતુ હાલમાં સુપરસ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતના અમુક ફોટા સામે આવ્યા છે. આ ફોટા સામે આવ્યા બાદ તે ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે. વાસ્તવમાં થોડા દિવસ પહેલા મીરા રાજપૂત પોતાના બાળકો મિશા અને જૈન સાથે માલદીવ પહોંચી હતી. ત્યાંથી પાછા આવતા તેના ફોટા મુંબઈથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોને ViralBhayaniએ પોસ્ટ કર્યો છે. મીરા રાજપૂત હાલમાં પોતાના આઉટફિટ માટે ઑનલાઈન ટ્રોલિંગનો શિકાર થઈ.

મીરાએ બ્લેક ડેનિમ શૉર્ટ પહેર્યુ
સુપરસ્ટાર શાહિદ કપૂરે બ્લેક જૉગર, બ્લેક સેંડો અને મેચિંગ જેકેટ પહેર્યુ હતુ. તેણે ચેન અને બ્લેક સનગ્લાસિસ પહેરીને પોતાનો ફંકી લુક બતાવ્યો હતો. મીરાએ પોતાના લુકને ઘણો કેઝ્યુઅલ રાખ્યો હતો. તે મેચિંગ સ્વેટશર્ટ સાથે બ્લેક ડેનિમ શૉર્ટ પહેરેલી જોવા મળી. થોડાક જ સમયમાં મીરાને તેના આઉટફિટ માટે મોટાપાયે ટ્રોલ કરવામાં આવી.

મીરા પર કરવામાં આવી આવી કમેન્ટ
એક યુઝરે લખ્યુ છે... 'કપડા તો પૂરા પહેરી લેતી મીરાજી.' એક યુઝરે લખ્યુ છે... 'એટલા નાના શૉર્ટસ છે, એવુ લાગી રહ્યુ છે જાણે કંઈ પહેર્યુ જ નથી.' સતત લોકો ચર્ચા પણ કરી રહ્યા છે. એક યુઝરનુ કહેવુ છે કે.. 'બાળકોએ તો પૂરા કપડા પહેર્યા છે પરંતુ માએ નહિ.'
ફિલ્મ જર્સીને લઈને ઘણા ચર્ચામાં
ઉલ્લેખનીય છે કે સુપરસ્ટાર શાહિદ કપૂર અને તેનો પરિવાર હાલમાં પોતાની ફિલ્મ જર્સીને લઈને ઘણા ચર્ચામાં છે. આ ફિલ્મ સાઉથની એક ફિલ્મની રિમેક છે. ઘણા સમયથી ફિલ્મનુ શૂટિંગ ચાલી રહ્યુ છે કે જે ઘણુ શાનદાર થવાની છે.












Click it and Unblock the Notifications
