Pics : પોતાની પાર્ટીમાં સલમાનને દાવત આપશે શાહરુખ!
મુંબઈ, 27 જુલાઈ : તાજેતરમાં જ ધારાસભ્ય બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં સલમાન ખાન સાથે ભેટી સંબંધોની કડવાશ ઓછી કરવાના સંકેત આપનાર શાહરુખ ખાન ટુંકમાં જ પોતાના બંગલે મન્નતમાં એક મોટી ઇફ્તાર પાર્ટી આપવનાં છે. તેવામાં સવાલ ઊભા થાય છે કે શું શાહરુખ ખાન પોતાની પાર્ટીમાં સલમાન ખાનને બોલાવશે?
તાજેતરમાં જ એક ઇંટરવ્યૂ દરમિયાન શાહરુખે જણાવ્યુ હતું કે આજકાલ મારી આજુબાજુ ઘણી સારી બાબતો બની રહી છે. હું ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલ દિવસો સેલિબ્રેટ કરવા માંગુ છું. હું પોતાની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસની ટીમ સાથે પાર્ટી કરવાનો છું.
જોકે શારુખે એમ નહોતું જણાવ્યું કે તેઓ આ પાર્ટી ક્યારે આપશે, પણ તસવીરો કહે છે કે શાહરુખ ખાન હાલ પોતાની આ ઇફ્તારી પાર્ટીની જોરદાર તૈયારીઓ કરી રહ્યાં છે. નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ ઇફ્તાર પાર્ટી સાથે જ શાહરુખ ખાન ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મનં પ્રમોશન કરશે અને તેના માટે મીડિયાના લોકોને પણ પાર્ટીમાં હાજર રાખવામાં આવશે. આવામાં સલમાન ખાન અને તેમને આમંત્રણ અંગે સવાલો ઉઠવા સ્વાભાવિક છે.
આવો તસવીરો સાથે જોઇએ-જાણીએ વધુ વિગતો :

પાંચ વર્ષે મેળાપ
સલમાન અને શાહરુખનો પાંચ વર્ષે મેળાપ થયો છે. કોંગ્રેસના એમએલએ બાબા સિદ્દીકીએ આપેલી પાર્ટીમાં બંને એક-બીજાને ભેટ્યા હતાં.

મન્નતમાં યોજાશે પાર્ટી
શાહરુખ ખાન રમજાન પ્રસંગે ટુંકમાં જ પોતાના બંગલા મન્નતમાં મોટી ઇફ્તાર પાર્ટી યોજવાનાં છે. એટલે જ ચર્ચાઓ શરૂ થઈ છે કે તેઓ સલમાનને પોતાના ઘરે આ પાર્ટીમાં આમંત્રણ આપી શકે છે.

મોરક્કોમાં શાહરુખ
શાહરુખ ખાન તાજેતરમાં જ એક જાહેરખબરના શૂટિંગ અર્થે મોરક્કો ગયા હતાં.

ઇફ્તાર પાર્ટીમાં શાહરુખ
મોરક્કોમાં પણ શાહરુખ માટે ઇફ્તાર પાર્ટી યોજાઈ હતી.

હવે ઇંતેજાર
મોરક્કો બાદ હવે લોકોને મન્નતમાં યોજાનાર ઇફ્તાર પાર્ટીનો ઇંતેજાર છે.












Click it and Unblock the Notifications
