HNY સેટ પર શાહરુખ ખાન ઈજાગ્રસ્ત, નાણાવટી હૉસ્પિટલમાં દાખલ
મુંબઈ, 23 જાન્યુઆરી : સુપર સ્ટાર શાહરુખ ખાન હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયાં છે. શાહરુખ ખાન ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થતાં તેમના ફૅન્સ ચોંકી ઉઠ્યા હતાં.

નાણાવટી હૉસ્પિટલના સૂત્રે જણાવ્યું કે શાહરુખ ખાનને આજે બપોરે બે વાગ્યે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. હૉસ્પિટલમાં શાહરુખના પત્ની ગૌરી ખાન પણ પહોંચી ગયાં છે. ફરાહે જણાવ્યું કે શાહરુખ ખાન સલામત છે. શાહરુખ ઈજાગ્રસ્ત થવાના સમાચાર પ્રસરતા જ તેમના ફૅન હૉસ્પિટલની બહાર ઉમટી પડ્યાં છે. સૂત્રે જણાવ્યું કે શાહરુખ ખાનની હાલત ગંભીર નથી અને તેઓ જલ્દી સાજા થઈ જશે.












Click it and Unblock the Notifications
