Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બૉમ્બે ટૉકીઝમાં એક સાથે જોવા મળશે શાહરુખ-આમિર

મુંબઈ, 15 એપ્રિલ : શાહરુખ ખાન અને આમિર ખાન વચ્ચે ભલે કોઈ દુશ્મની ન હોય, પણ ગાઢ મૈત્રી પણ નથી. આમિર ખાન એક બાજુ સલમાન ખાનની ખૂબ નજીક છે, તો શાહરુખ ખાન સલમાનનું નામ પડતાં જ ચિડાય છે. જોકે આમિરની મિત્રતા શાહરુખ અને સલમાન બંને સાથે સંતુલિત છે. હવે આમિર અને શાહરુખ ટુંકમાં જ બૉમ્બે ટૉકીઝ ફિલ્મમાં સાથે નજરે પડવાના છે.

aamir-shahrukh

બૉમ્બે ટૉકીઝ ફિલ્મમાં શાહરુખ ખાન તથા આમિર ખાન એક ખાસ ગીતમાં સાથે દેખાશે, પરંતુ બંનેએ આ ગીત માટે શૂટિંગ અલગ-અલગ કરી છે. ગીતનું શૂટિંગ કરતાં કોરિયોગ્રાફરનું કહેવું છે કે તેઓ તો ઇચ્છતા હતાં કે શાહરુખ-આમિર સાથે શૂટિંગ કરે, પરંતુ બંનેની વ્યસ્તતાના પગલે તેમ થઈ શક્યું નહીં. આમિર ખાને તાજેતરમાં જ ગીતનું શૂટિંગ પર્ણ કર્યું છે.

આમિર ખાનના બ્લૅક એન્ડ વ્હાઇટ લુકના પોસ્ટર્સ પણ આવી ગયાં છે. તે અંગે દિગ્દર્શક દિબાકર બૅનર્જીએ જણાવ્યું કે આમિરનો લુક દર્શકોને જૂના સિનેમાની યાદ અપાવવા માટે આવો રખાયો છે. લોકોને અહેસાસ થશે કે આપણું અગાઉનું સિનેમા કેટલું સમ્પન્ન હતું. આમિર બાદ ટુંકમાં જ શાહરુખ પણ ગીતનું શૂટિંગ કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X