પઠાનની સક્સેસ પછી શાહરુખ ખાને ખરીદી ભારતની સૌથી મોંઘી કાર, કિંમત જાણીને ચોંકી જશો

Shah Rukh Khan New Car: બૉલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ પઠાને બૉક્સ ઑફિસ પર રેકૉર્ડ તોડ કમાણી કરી અને હવે 23 માર્ચે ઓટીટી પર રિલીઝ થયા બાદ ફિલ્મને વધુ સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. ફિલ્મને મળેલી સફળતા બાદ શાહરુખ કાને લક્ઝરી રૉલ્સ રૉય્સ ક્લિનન બ્લેક બેજ ખરીદી છે. આ કારની કિંમત જાણીને ચોંકી જશો.

શાહરુખ ખાને ખરીદી લક્ઝરી કાર
શાહરૂખ ખાનને લક્ઝરી વાહનોનો ઘણો શોખ છે. તેના કાર કલેક્શનમાં એક-એકથી ચડિયાતા મોંઘા વાહનો છે, જેની કિંમત કરોડોમાં છે. હવે આ સંગ્રહમાં અન્ય રૉલ્સ રૉયસ કલીનન બ્લેક બેજ પણ ઉમેરવામાં આવ્યુ છે. રૉલ્સ રૉયસની કિંમત 8.2 કરોડ છે પરંતુ આ કાર ઘણા કસ્ટમાઇઝેશન વિકલ્પો સાથે આવે છે. જેના કારણે તેની કિંમત 10 કરોડ થઈ જાય છે. તે હાલમાં ભારતની સૌથી મોંઘી કાર છે.
|
એસયુવી ક્લિનની ખાસ વાતો
રૉલ્સ-રૉય્સ એક એવી કાર બ્રાન્ડ છે કે જેનુ એક યા બીજુ મોડલ ભારતના અમીરો પાસે જોવા મળશે. આ કારની ખાસ વાત એ છે કે તમે તેને તમારી રીતે તૈયાર કરી શકો છો. લુક અને ફીચર્સની સાથે કમ્ફર્ટની બાબતમાં પણ આ કારનો કોઈ જવાબ નથી. હાલમાં શાહરૂખ ખાનની નવી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કાર લઈને મન્નત જવા રવાના થઈ રહ્યો છે.શાહરૂખ ખાનના લક્ઝુરિયસ કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે BMW, Audi, Toyota, Range Rover જેવી કંપનીઓની કાર પણ છે. જેની કિંમત કરોડોમાં છે.

શાહરુખ ખાનનુ વર્કફ્રંટ
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બૉક્સ ઑફિસ પર 500 કરોડનો આંકડો પાર કરીને નવો રેકૉર્ડ બનાવ્યો છે. બીજી તરફ વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 1000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. હવે પઠાણની સફળતા બાદ શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ જવાન ફિલ્મમાં જોવા મળશે. જેનુ શૂટિંગ શરૂ થઈ ગયુ છે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથની અભિનેત્રી નયનતારા લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.












Click it and Unblock the Notifications
