..તો આ કારણે અબરામને મીડિયાથી છુપાવી રહ્યાં હતા SRK

Written By:
Subscribe to Oneindia News

આપણે સૌ જાણીએ છીએ કે, શાહરૂખ ખાનને અબરામ કેટલો પ્રિય છે. શાહરૂખ જ્યાં પણ જાય અબરામ હંમેશા તેમની સાથે જ હોય છે. આટલા સમયમાં શાહરૂખે ક્યારેય અબરામને મીડિયાની નજરથી બચાવવાનો કે છુપાવવાનો પ્રયત્ન નથી કર્યો. હાલમાં જ શાહરૂખ 'જબ હેરી મેટ સેજલ'ના પ્રમોશન માટે અબુ ધાબી ગયા હતા, ત્યાંથી પરત ફરતી વખતે એરપોર્ટ પર તેઓ અબરામને મીડિયાની બચાવતા નજરે પડ્યા હતા.

અબરામ ખાન

અબરામ ખાન

અબુ ધાબીથી પરત ફરતી વખતે એરપોર્ટ અબરામ શાહરૂખના ખોળામાં સુતેલો જોવા મળ્યો હતો. એરપોર્ટથી બહાર નીકળતાં જ શાહરૂખ દોડતાં પોતાની ગાડી પાસે પહોંચ્યા હતા, તેઓ પ્રયત્ન કરી રહ્યાં હતા કે મીડિયા અને કેમેરાના અવાજથી અબરામ જાગી ન જાય. આથી જ તેઓ બને એઠલી જલ્દી ગાડીમાં બેસી ગયા હતા.

ખાન પરિવારનો હોલિડે

ખાન પરિવારનો હોલિડે

થોડા દિવસ પહેલાં જ શાહરૂખ પોતાના પરિવાર સાથે હોલિડે પર ગયા હતા. શાહરૂખની ફિલ્મ 4 ઓગસ્ટના રોજ રીલિઝ થવાની હોવાથી તેઓ જલ્દી પરત ફર્યા હતા. તેમની સાથે ગૌરી ખાન, સુહાના કે આર્યન તો નહોતા, પરંતુ અબરામ શાહરૂખ સાથે જ પરત ફર્યા હતા. શાહરૂખ ખાન પોતાના બાળકો અને ફેમિલી અંગે કેટલા પઝેસિવ છે, એના કેટલાક ઉદાહરણો છેલ્લા થોડા સમયમાં જ જોવા મળ્યા હતા.

ગૌરી ખાન

ગૌરી ખાન

'જબ હેરી મેટ સેજલ'ના પ્રમોશન દરમિયાન શાહરૂખને પત્ની ગૌરી અંગે પૂછવામાં આવ્યું હતું કે, શાહરૂખને આટલી બધી એક્ટ્રેસિસ સાથે સ્ક્રિન પર રોમાંસ કરતા જોઇ ગૌરીને ઇનસિક્યોરિટી નથી થતી? ત્યારે શાહરૂખે હસીને જવાબ આપતાં કહ્યું હતું કે, તેણે 'બાઝીગર'માં મને એક્ટ્રેસને અગાસી પરથી ધક્કો મારતો જોયો છે, એ પછી તેણે કોઇ દિવસ મને કંઇ નથી પૂછ્યું. આ જવાબ આપતાં પહેલાં થોડી મિનિટો સુધી શાહરૂખ કોઇ ટીનએજની માફક શરમાઇ રહ્યા હતા.

સુહાના ખાન

સુહાના ખાન

આ પહેલાં 'ટ્યૂબલાઇટ'ના પ્રીમિયર દરમિયાન સુહાના ખાનને મીડિયાને કારણે હેરાન થવું પડ્યું હતું. મીડિયાના ફોટો લેવાના આગ્રહને કારણે તે મૂંઝવણમાં મુકાઇ ગઇ હતી. ત્યાર બાદ ઇદ પર જ્યારે શાહરૂખની મીડિયા સાથે વાત થઇ તો તેણે મીડિયાને રિક્વેસ્ટ કરી હતી કે, તેઓ આવું ન કરે અને બાળકોના એક-બે ફોટોઝ લઇ તેમને એકલા મુકી દે.

આર્યન ખાન

આર્યન ખાન

આ વર્ષે જુલાઇમાં આર્યન ખાનને સ્કૂલમાં ફૂટબોલ મેચ રમતાં નાક પર ઇજા થઇ હતી, ડૉક્ટરોએ આર્યનની સર્જરી કરાવવાની સલાહ આપી હતી. શાહરૂખ ખાન તુરંત તમામ કામ પડતાં મુકી આર્યનને મળવા રવાના થયા હતા. આર્યન હાલ યુએસમાં અભ્યાસ કરી રહ્યો છે. શાહરૂખ તુરંત તેને જોવા પહોંચ્યા હતા અને આર્યન સાથે રહેવા માટે જ તેમણે આઇફા એવોર્ડ્સ 2017માં હાજરી નહોતી આપી.

English summary
Shah Rukh Khan carries sleepy Abram on the Airport, tries to avoid flashlights of media.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.