પહેલી વાર અબરામ સાથે જન્મ દિવસ ઉજવતાં શાહરુખ
મુંબઈ, 2 નવેમ્બર : આજે બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાનનો 48મો જન્મ દિવસ છે. આ વખતનો જન્મ દિવસ શાહરુખ ખાન માટે બહુ ખાસ છે, કારણ કે આ વખતે તેમના નાનકડા પરિવારમાં એક સભ્યનો ઉમેરો થયો છે. પત્ની ગૌરી ખાન અને બાળકો સુહાના તેમજ આર્યન સાથે છેલ્લા જન્મ દિવસો ઉજવનાર શાહરુખ ખાન આ વખતે પહેલી વાર પોતાના સરોગેટ પુત્ર અબરામ સાથે જન્મ દિવસ ઉજવશે.

બાઝીગર તેમજ ડર ફિલ્મો દ્વારા તેમણે ફિલ્મી હીરોની છબી જ બદલી નાંખી. તેને પગલે તેમની કિસ્મતનો સિતારો એમ બુલંદીએ પહોંચ્યો કે જ્યાં પહોંચવું દરેકના ભાગ્યમાં નથી હોતું. પોતાના કૅરિયરમાં શાહરુખે અત્યાર સુધી 8 ફિલ્મ ફૅર સર્વશ્રેષ્ઠ અભિનેતાનું પુરસ્કાર જીતી ચુક્યાં છે.
સને 1995માં આવેલી દિલ દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ દ્વારા તેમણે સફલતાનો એવો ઇતિહાસ સર્જ્યો કે જેને લખવું દરેકના વશની વાત નથી હોતી. આ ફિલ્મ છેલ્લા 17 વર્ષોથી આજે પણ મુંબઈના એક થિયેટરમાં ચાલી રહી છે. દિલ તો પાગલ હૈ, પરદેશ, મોહબ્બતેં, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, દિલ સે, દેવદાસ, વીર ઝારા, કલ હો ના હો એવી ફિલ્મો છે કે જેમણે બૉલીવુડના એક સિંપલ ખાનને બાદશાહ ખાન બનાવી નાંખી.
ગત વર્ષે જબ તક હૈ જાન ફિલ્મ દ્વારા ફરી એક વાર યશ ચોપરા સાથે જોડી બનાવનાર શાહરુખ ખાને આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ આપી. દીપિકા પાદુકોણે સાથે ઓમ શાંતિ ઓમ બાદ બીજી ફિલ્મ કરનાર શાહરુખ ખાનની ચેન્નઈ એક્સપ્રેસે અનેક રેકૉર્ડ તોડ્યા અને હવે તેઓ આગામી સમયમાં હૅપ્પી ન્યુ ઈયર જેવી ફિલ્મમાં પહેલી વાર અભિષેક બચ્ચન સાથે દેખાશે. હાલ તો વન ઇન્ડિયા પરિવાર પણ શાહરુખ ખાનના જન્મ દિવસે તેમને શુભેચ્છાઓ પાઠવે છે.
જો આપ પણ પોતાના આ પ્રિય ખાનને બર્થ ડે વિશ કરવા માંગતા હો, તો નીચે આપેલ કૉમેન્ટ બૉક્સમાં પોતાનો શુભેચ્છા સંદેશ લખી શકો છો.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો











Click it and Unblock the Notifications
