આઇટી વિભાગે શાહરૂખ ખાનને મોકલી નોટિસ...
ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન વિશે ખબર આવી છે કે તેમને ઈન્ક્મ ટેક્સ વિભાગમાંથી નોટિસ આપવામાં આવી છે. જેમાં તેમને જણાવવામાં આવ્યું છે કે તેઓ તેમના વિદેશી રોકાણની માહિતી આપે.
જે જે જગ્યાની માહિતી શાહરુખ ખાન પાસે માંગવામાં આવી છે. તે જગ્યા છે બરમુડા, બ્રિટિશ આઇલેન્ડ અને દુબઇ. એક અંગ્રેજી પેપરમાં છપાયેલી ખબર મુજબ કેન્દ્ર સરકારની ઈન્ક્મ ડેક્લેરેશન સ્કીમએ શાહરુખ ખાનને નોટિસ મોકલી છે.

આપણે જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ ઈન્ક્મ ડેક્લેરેશન સ્કીમની શરૂઆત 1 જૂન 2016માં કરી હતી. જે મુજબ લોકોએ તેમની ખાનગી પ્રોપર્ટી અને ઈન્ક્મ જણાવવી પડશે અને એવું ના કરવા પર તેમને દંડ પણ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
