શાહરુખ ખાનની દીકરી સુહાનાએ મિરર સેલ્ફી શેર કરી, યૂઝર્સે કહ્યું કે...
શાહરુખ ખાનની દીકરી સુહાનાએ મિરર સેલ્ફી શેર કરી, યૂઝર્સે કહ્યું કે...
નવી દિલ્હીઃ અભિનેતા શાહરુખ ખાનની દીકરી સુહાના હજી ભણી રહી છે પરંતુ સોશિયલ મીડિયા પર તે કોઈ સેલિબ્રિટિ જેટલી જ મશહૂર છે. તેમની તસવીર હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. એકવાર ફરી તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવીદઈએ કે સુહાનાએ પોતાની એક મિરર સેલ્ફી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી જે ખુબ પસંદ કરવામાં આવી રહી છે. એટલું જ નહિ તેણે એક ટ્રેન્ડ પર સેટ કરી દધો છે.

કેટલાય યૂઝર્સે સુહાના જેવી સેલ્ફી શેર કરી
સુહાનાએ જે ફોટો શેર કર્યો છે, તેમાં તે હાથમાં ફોન લઈ સેલ્ફી લઈ રહી છે. તેમણે બ્લેક અને વ્હાઈટ આઉટફિટ કેરી કર્યા છે. સુહાના ખાને મિરર સેલ્ફી શેર કરી તો કેટલાય યૂઝર્સે તેમના વખાણ કર્યાં અને કોમેન્ટોનો ઢગલો કરી દીધો. આની સાથે જ એક ટ્રેન્ડ પણ જોવા મળ્યો છે કેટલાય યૂઝર્સે સુહાનાની જેમ જ અરીસા સામે ઉભા રહી સેલ્ફી લઈ પોસ્ટ કરી. સુહાનાની આ મિરર સેલ્ફીને હજારો લોકો લાઈક કરી ચૂક્યા છે અને કોમેન્ટ કરી ચૂક્યા છે.

સુહાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે
આ પહેલીવાર નથી જ્યારે સુહાના ખાનની તસવીર ચર્ચામાં આવી હોય. અગાઉ પણ તે પોતાની ફોટો અને વીડિયોને લઈ ચર્ચામાં રહી છે. સુહાના ખાન અમેરિકામાં અભ્યાસ કરી રહી છે. તે હંમેશા પોતાની અને પોતાના મિત્રો સાથે પાર્ટી કરતી તસવીરો શેર કરતી રહે છે. આ તસવીર ખુબ વાયરલ પણ થતી રહે છે અને ફેન્સ તેને પસંદ પણ કરે છે. હાલમાં જ સુહાના દુબઈમાં હતી, જ્યાં શાહરુખ ખાને આ વખતે પોતાનો જન્મદિવસ મનાવ્યો. દુબઈથી સુહાનાએ તસવીરો શેર કરી હતી.

ફેન્સને ફિલ્મોમાં એન્ટ્રીનો ઈંતેજાર
સુહાના ફેન્સને તેમના ફિલ્મી ડેબ્યૂનો ઈંતેજાર છે. જેને લઈ હંમેશા સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેમને સવાલો પણ પૂછતા રહે છે. સુહાના ખાનના બૉલીવુડ કરિયરને લઈ ખુદ શાહરુખ ખાને થોડા દિવસ પહેલા કહ્યું હતું કે તે પોતાનો અભ્યાસ કર્યા બાદ જ ફિલ્મી દુનિયામાં ડગલું માંડી શકે છે. જો કે તે ક્યારે ફિલ્મોમાં આવશે તેનું હજી એલાન નથી થયું.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
