એસએમસમાં શૉર્ટ ઇંગ્લિશથી ખિજાયાં શાહરુખ

મુંબઈ, 9 નવેમ્બર : બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન આજકાલ વગર ઊંઘ્યે-વગર શાંતિએ બસ કામ કર્યે જાય છે. પોતાની આવનાર સૌથી સ્પેશિયલ ફિલ્મ જબ તક હૈ જાનને સફળ બનાવવા શાહરુખ મન મૂકીને મહેનત કરી રહ્યાં છે. પહેલાં ફિલ્મના શુટિંગ દરમિયાન રાત-દિવસ એક કરી શાહરુખ સતત જોતરાયેલા રહ્યાં અને હવે જ્યારે ફિલ્મ રિલીઝ થવાની છે, તો ફિલ્મના પ્રમોશન માટે જબ તક હૈ જાન એટલે કે જેટીએચજેની સમગ્ર ટીમ સાથે શાહરુખ સતત વ્યસ્ત છે. સાથે જ શાહરુખ ખાન પોતાની ઊંઘ પૂર્ણ ન થવાનો ગુસ્સો પણ ઉતારી રહ્યો છે, પણ કોની ઊપર? આવો જાણીએ.

Shahrukh Khan

મોબાઇલ પર શૉર્ટ ઇંગ્લિશમાં એસએમએસ મોકલવાની આદત સૌને હોય છે, પરંતુ એમ લાગે છે કે શાહરુખને આ ટેવ પસંદ નથી. તેમને લાગે છે કે શબ્દો નાના કરી દેવાતાં તેમનાથી જોડાયેલા અહેસાસ મરી જાય છે. જેમ કે okey શબ્દ લખતી વખતે આપણે માત્ર k અક્ષરનો ઉપયોગ કરીએ છીએ.

ટ્વિટર પર કાઢ્યો બળાપો

શાહરુખે આ જ દૃષ્ટાંત રજુ કરતાં ટ્વિટ કર્યું છે - નૉનસેંસ વસ્તુ થઈ રહી છે. મને યાદ છે કે મને બતાવાયું હતું કે okay અંગ્રેજીનો સૌથી વધુ વપરાતો શબ્દ છે. જુઓ આપણે કઈ રીતે આ જાણીતા શબ્દને પણ રિપ્લેસ કરી નાંખ્યો છે.

શાહરુખે આગળ લખ્યું - માત્ર મને એવું લાગી રહ્યું છે કે પછી આપ સૌને પણ એવું જ અનુભવાય છે કે એસએમએસના જવાબમાં માત્ર k લખવું, ok સુદ્ધાનો ઉપયોગ ન કરવો, તે દુનિયાનું સૌથી મોટું ઇમોશનલેસ ખતમ કરવાનું કામ છે. શું આપ સૌ આનાથી k છો?

શાહરુખની આ નારાજગી જોતાં એમ જ લાગે છે કે ઊંઘ પૂર્ણ ન થતા કદાચ શાહરુખ થોડા પરેશાન થઈ ગયાં છે અને પોતાનો ગુસ્સો આ રીતે ઉતારી રહ્યાં છે. તાજેતરમાં જ શાહરુખ પોતાની આવનાર ફિલ્મ જેટીએચજેના પ્રમોશન માટે જલંધર પહોંચ્યા હતાં અને તેઓ બાકીના શહેરોમાં પણ જવાનાં છે. પોતાની આ સ્પેશિયલ ફિલ્મના પ્રમોશનમાં તેઓ કોઈ જાતની કચાસ છોડવા નથી માંગતાં, પરંતુ શાહરુખભાઈ, આમ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા કરતાં આપ થોડોક આરામ કરો અને ખુશી-ખુશી પોતાની ફિલ્મનો પ્રચાર કરો. એમ પણ આપની જબ તક હૈ જાન આગળ કોઈ ટકી નથી શકવાનું. સો જસ્ટ ચિલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X