જાણો કેટલુ ભણેલો છે શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન

સૌ કોઈને જાણીને નવાઈ લાગે છે કે આટલો ક્વૉલિફાઈડ અને ભણેલો-ગણેલો હોવા છતાં આર્યન ડ્રગની જાળમાં કેવી રીતે ફસાઈ ગયો. જાણો કેટલુ ભણેલો છે શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન.

મુંબઈઃ બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાન અને ગૌરી ખાનના દીકરા આર્યન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનને મંગળવારે પણ કોર્ટમાં જામીન ન મળ્યા. શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને જો કે હજુ બૉલિવુડમાં એન્ટ્રી નથી કરી પરંતુ તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ડ્ર્ગ કેસમાં જેલમાં બંધ આર્યનને પિતા શાહરુખ ખાનના ફેન્સનો જ નહિ પોતાના ફોલોઅર્સનો પણ જબરદસ્ત સપોર્ટ મળી રહ્યો છે. સૌ કોઈને જાણીને નવાઈ લાગે છે કે આટલો ક્વૉલિફાઈડ અને ભણેલો-ગણેલો હોવા છતાં આર્યન ડ્રગની જાળમાં કેવી રીતે ફસાઈ ગયો.

આર્યન ખાનનુ ક્વોલિફિકેશન બેકગ્રાઉન્ડ છે ખૂબ જ જબરદસ્ત

આર્યન ખાનનુ ક્વોલિફિકેશન બેકગ્રાઉન્ડ છે ખૂબ જ જબરદસ્ત

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનુ ક્વૉલિફિકેશન બેકગ્રાઉન્ડ ખૂબ જ જબરદસ્ત છે. શાહરુખ ખાને પોતાના દીકરાના અભ્યાસમાં કોઈ કસર નથી છોડી. મુંબઈમાં સારી સ્કૂલમાં ભણ્યા બાદ તેમણે આર્યનને વિદેશમાં અભ્યાસ કરવા માટે મોકલ્યો.

મુંબઈની આ પ્રતિષ્ઠિત સ્કૂલમાંથી આર્યને કર્યો છે અભ્યાસ

મુંબઈની આ પ્રતિષ્ઠિત સ્કૂલમાંથી આર્યને કર્યો છે અભ્યાસ

શાહરુખ ખાનના શહેજાદા આર્યન ખાને પોતાની સ્કૂલિંગ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કરી છે જે મુંબઈની એક પ્રતિષ્ઠિત સ્કૂલ છે. ત્યારબાદ 2016માં આગળનો અભ્યાસ કરવા માટે વિદેશ જતો રહ્યો.

આર્યને કેલિફૉર્નિયામાં કર્યુ છે ગ્રેજ્યુએશન

આર્યને કેલિફૉર્નિયામાં કર્યુ છે ગ્રેજ્યુએશન

આર્યન ખાન ઈંગ્લેન્ડની સેવેનોક્સ સ્કૂલમાં પહેલા અભ્યાસ કર્યા બાદ યુનિવર્સિટી ઑફ સધર્ન કેલિફૉર્નિયામાં એડમિશન લઈને આર્યન ખાને ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી.

કયા વિષયમાં આર્યને મેળવી છે ડિગ્રી

કયા વિષયમાં આર્યને મેળવી છે ડિગ્રી

અભ્યાસ બાદ આર્યન ખાન પોતાના પિતાના પગલે ચાલીને બૉલિવુડની દુનિયામાં પગ મૂકવા માંગતા હતા માટે આર્યને સ્કૂલ ઑફ સિનેમેટિક આર્ટસમાં બેચલર ઑફ ફાઈન આર્ટસ, સિનેમેટિક આર્ટસ, ફિલ્મ અને ટેલીવિઝન પ્રોડક્શનમાં ડિગ્રી મેળવી.

આર્યન ખાનના ઑફિશિયલ નામમાં જોડાયુ છે પિતા શાહરુખનુ નામ

આર્યન ખાનના ઑફિશિયલ નામમાં જોડાયુ છે પિતા શાહરુખનુ નામ

મીડિયા રિપોર્ટ મુજબ આર્યન ખાનને એક્ટિંગ કરતા વધુ કેમેરા પાછળ કામ કરવાનુ ગમે છે. થોડા સમય પહેલા જ આર્યનની જ્યારે વિદેશમાં ડિગ્રી પૂરી થઈ તો તેનો કાળા રંગનુ ગાઉન પહેરીને હાથમાં ડિગ્રી સાથેનો ફોટો જોરદાર વાયરલ થયો હતો. બેચલર ઑફ ફાઈન આર્ટસ, સિનેમેટીક આર્ટસ, ફિલ્મ એન્ડ ટેલીવિઝલ પ્રોડક્શન, સ્કૂલ ઑફ સિનેમેટિક આર્ટસની આ ડિગ્રીમાં આર્યનના નામ સાથે પિતા શાહરુખ ખાનનુ નામ લખ્યુ હતુ. આર્યનને જે ડિગ્રી મળી તેમાં તેનુ પૂરુ નામ આર્યન શાહરુખ ખાન લખેલુ હતુ.

આર્યનની ખાસ દોસ્ત અનન્યાએ કહી હતી આ વાત

આર્યનની ખાસ દોસ્ત અનન્યાએ કહી હતી આ વાત

એક વાર એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રી અને આર્યનની ખાસ દોસ્ત અનન્યા પાંડે કે જેની એનસીબી આ કેસમાં પૂછપરછ કરી રહી છે તેણે એક વાત જણાવી હતી કે આર્યનને એક્ટિંગમાં નહિ પરંતુ નિર્દેશનમાં વધુ રસ છે. ત્યારે તેણે એ પણ કહ્યુ હતુ કે તેને લાગે છે કે આર્યન આ ફીલ્ડમાં સારુ કામ કરી શકે છે. અનન્યાએ કહ્યુ હતુ કે આર્યન ખૂબ જ વધુ ક્રિએટીવ અને એક સારો રાઈટર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X