Aryan Khan: ટીવી અભિનેત્રી સાથે પાર્ટી કરતો દેખાયો આર્યન ખાન, હસીનાએ ફોટો પોસ્ટ કરીને ખોલી દીધી પોલ

Aryan Khan With Roshni Walia: બૉલિવુડના બાદશાહ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન અવારનવાર કોઈ પાર્ટીનો હિસ્સો બનતો જોવા મળે છે. હાલમાં જ તેને વધુ એક પાર્ટીમાં સ્પૉટ કરવામાં આવ્યો. જ્યાં તેણે એક જાણીતી ટીવી અભિનેત્રી સાથે ફોટો પડાવ્યો.
આર્યન ખાનની પાર્ટીમાં હાજરી વિશે કોઈને કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણવા મળી જ જાય છે. હાલમાં જ એક ટીવી ડીવાને આર્યન ખાન સાથે પાર્ટી કરતી જોવામાં આવી. સોશિયલ મીડિયા પર આ ફોટો આવતા જ લોકોને તેમાં રસ પડ્યો. આ ડીવા બીજુ કોઈ નહિ પરંતુ રોશની વાલિયા છે. રોશની ઘણી વાર સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા પોતાની લાઈફ વિશે અપડેટ જણાવતી રહે છે.
રોશની વાલિયા હાલમાં જ એક પાર્ટીમાં ગઈ હતી અને ત્યાં તેણે આર્યન ખાન સાથે કેટલીક તસવીરો ક્લિક કરી હતી જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. માત્ર 21 વર્ષની રોશની વાલિયા ટીવી જગતના ઘણા શોમાં જોવા મળી છે. તેણે ટીવી શો 'મેં લક્ષ્મી તેરે આંગન કી'માં શાનદાર કામ કર્યુ હતુ. આ પછી રોશની ટીવી શો 'રિંગા રિંગા રોઝ'માં જોવા મળી હતી. એટલું જ નહીં, તેણે 'ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતાપ'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આ સિવાય રોશની 'માય ફ્રેન્ડ ગણેશા-3' અને 'મછલી જલ કી રાની હૈ' જેવી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ 2019માં રીલિઝ થયેલી તેની ફિલ્મ 'આઈ એમ બન્ની' પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2021માં દર્શાવવામાં આવી હતી, જેને લઈને રોશનીના નામની ઘણી ચર્ચા થઈ હતી.












Click it and Unblock the Notifications
