શાહરૂખની Pathaan આ દિવસે OTT પર રિલીઝ થશે, અહીં જોઈ શકશો ફિલ્મ
શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ Pathaan માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયુ છે. શરૂઆતમાં જ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરવાને લઈને અપડેટ સામે આવ્યુ છે.
નવી દિલ્હી : વિવાદો વચ્ચે શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ Pathaan માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયુ છે. શરૂઆતમાં જ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરવાને લઈને અપડેટ સામે આવ્યુ છે. 26 જાન્યુઆરી પહેલા 25મીં એ સિનેમાંધરોમાં પઠાણ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે હવે તેને ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે રિલીઝ કરાશે તેને લઈને સમાચાર સામે આવ્યા છે.

પઠાણને લઈને સતત વિવાદો ચાલી રહ્યા છે ત્યારે આ ફિલ્મ મુદ્દે મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અહીં ફિલ્મમાં બદલાવ મુદ્દે સૂનાવણી ચાલી રહી છે ત્યારે અહીંથી જ સમાચાર સામે આવ્યા છે કે ફિલ્મ 25 એપ્રીલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરાઈ શકે છે.
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર પઠાણને CBFC તરફથી સર્ટિફિકેટ મળી ચુક્યુ છે. ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરતા પહેલા CBFCને ફરીથી ફિલ્મ સબમિટ કરીને પ્રમાણપત્ર મેળવવુ પડશે.
હવે દિલ્હી હાઈકોર્ટે નિર્માતાઓને નિર્દેશ કર્યો છે કે, પઠાણની ઓટીટી રિલીઝ પહેલા ફિલ્મમાં હિન્દી ભાષાની દેવનાગરી સ્ક્રિપ્ટમાં સબટાઈટલ, ક્લોઝ કૅપ્શન્સ અને ઑડિયો વર્ણન ઉમેરવા, જેથી દૃષ્ટિહીન લોકો ફિલ્મ જોઈ શકે. કોર્ટની સુનાવણી દરમિયાન હવે આ વાત સામે આવી છે કે ફિલ્મ 25 એપ્રિલના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરાઈ શકે છે.
બાર અને બેંચના રિપોર્ટમાં કહેવાયુ છે કે, કોર્ટે ફિલ્મ નિર્માતાઓને 20 ફેબ્રુઆરી સુધી રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે CBFCને 10 માર્ચ સુધીમાં નિર્ણય લેવા પણ કહેવાયુ છે. ફિલ્મ એપ્રિલમાં OTT પર રિલીઝ થઈ શકે છે. આ માટે ફિલ્મમાં ફેરફાર કરવા પણ કહેવાયુ છે.












Click it and Unblock the Notifications
