તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર શક્તિ કપૂરે મજાક ઉડાવ્યો
તનુશ્રી દત્તા ઘ્વારા બોલિવૂડ અભિનેતા નાના પાટેકર પર યૌન શોષણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
તનુશ્રી દત્તા ઘ્વારા બોલિવૂડ અભિનેતા નાના પાટેકર પર યૌન શોષણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કેટલાક લોકોએ આ મુદ્દે તનુશ્રી દત્તાનું સમર્થન કર્યું છે જયારે કેટલાક લોકોએ તનુશ્રી દત્તાને ખોટી ગણાવી છે. પરંતુ આ બધા વચ્ચે બોલિવૂડના ફેમસ ખલનાયક શક્તિ કપૂરે ખુબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાતચીત કરતા શક્તિ કપૂરે જણાવ્યું છે કે તેઓ ગઈ કાલે જ વિદેશથી આવ્યા છે, તેઓ ત્યાં ગણપતિ બાપ્પાની પૂજા માટે ગયા હતા, તેમને આ કેસ વિશે કોઈ પણ પ્રકારની જાણકારી નથી.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચનની ચુપ્પી પર તનુશ્રી બગડી, બિગ બીને પણ સંભળાવી દીધું
|
શક્તિ કપૂરે મજાક ઉડાવ્યો
જયારે શક્તિ કપૂરને આ મામલે ડિટેલમાં સમજાવવામાં આવ્યું ત્યારે તેમને હસતા હસતા કહ્યું કે આ 10 વર્ષ જૂનો મામલો છે, તે સમયે હું બાળક હતો. આટલા સિરિયસ મામલે શક્તિ કપૂરનું આવું નિવેદન સાંભળીને બધા જ ચોંકી ગયા હતા.
|
અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા
અભિનેત્રી તનુશ્રી દત્તાએ સાફ શબ્દોમાં નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે આજથી 10 વર્ષ પહેલા હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના સેટ પર નાના પાટેકરે યૌન શોષણ કર્યું. એટલું જ નહીં પરંતુ પોલિટિકલ પાર્ટીને બોલાવીને તેની ગાડી પર હુમલો પણ કરાવ્યો. પરંતુ તે સમયે ઇન્ડસ્ટ્રીમાં કોઈએ પણ તેને સપોર્ટ નહીં કર્યો.

લીગલ નોટિસ
આ પહેલા પણ નાના પાટેકર તનુશ્રી દત્તાને લીગલ નોટિસ મોકલી ચુક્યા છે, જેમાં લખ્યું હતું કે તેઓ તેના માટે માફી માંગે. નાના પાટેકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ હંમેશા મીડિયાના સવાલોના જવાબ આપવા માટે તૈયાર છે. તેઓ ક્યાં પણ ભાગી નથી રહ્યા કારણકે તેમને કંઈ જ નથી કર્યું.

ઇમેજ ખરાબ કરવાની કોશિશ
નાના પાટેકરે જણાવ્યું કે તેઓ ફિલ્મોમાં વધારે નાચતા પણ નથી, તો તેઓ અશ્લીલ સ્ટેપ કરવા માટે શુ કરવા કહેશે, નાના પાટેકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની ઇમેજ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને તેના માટે તેઓ તનુશ્રી દત્તાને કોર્ટ સુધી ખેંચી શકે છે.

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ
તનુશ્રી દત્તાના આરોપો પછી બોલિવૂડમાં ખલબલી મચી ગઈ છે. તનુશ્રી દત્તા વિવાદ પર હાલમાં બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ અમિતાભ અને સલમાન ખાન જેવા સ્ટાર છે જેઓ આ મામલે ચૂપ છે. બીજી બાજુ પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર, પરિણીતી ચોપરા, સોનમ કપૂર, ટ્વિન્કલ ખન્ના, ફરહાન અખ્તર અને અનુરાગ કશ્યપ તેના સમર્થનમાં આવ્યા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
