Oops મોમેન્ટનો શિકાર બની શનાયા કપૂર, બોલ્ડ ડ્રેસના ચક્કરમાં મજાક બનીને રહી ગઈ, વીડિયો વાયરલ!!
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય કપૂર અને મહિપ કપૂરની પુત્રી શનાયા કપૂર ઘણા સમયથી ચર્ચામાં છે. ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરતા પહેલા જ તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય કપૂર અને મહિપ કપૂરની પુત્રી શનાયા કપૂર ઘણા સમયથી ચર્ચામાં છે. ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરતા પહેલા જ તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. આજે લોકો તેમની એક ઝલક માટે આતુર છે. સોશિયલ મીડિયા પર પણ શનાયાના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ રહી છે. ચાહકો તેમની સાથે જોડાયેલા રહેવાની કોઈ તક છોડતા નથી.

શનાયાએ ડ્રેસ પહેરવામાં ભૂલ કરી
શનાયા પોતાના બોલ્ડ લુક અને ફોટોશૂટને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. આ દરમિયાન હવે તેનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. આ વીડિયોમાં શનાયા ગ્રીન કલરમાં ખૂબ જ શોર્ટ બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે, પરંતુ તેણે આ ડ્રેસ પહેરવામાં મોટી ભૂલ કરી છે.
શનાયાનો વીડિયો વાયરલ થયો
આ વીડિયોમાં શનાયા રેસ્ટોરન્ટ કે કેફેની બહાર જોવા મળી રહી છે. તેણીને અહીં જોઈને પાપારાઝીએ તેના ફોટા ક્લિક કરવાનું શરૂ કર્યું, પરંતુ દરેકની નજર શનાયાના ડ્રેસની પાછળ લટકેલા કેટલાક પ્રાઈઝ ટેગ પર સ્થિર થઈ ગઈ. કદાચ તે ઉતાવળમાં તેના ડ્રેસના ટૅગ્સ હટાવવાનું ભૂલી ગઈ હતી. હવે આ કારણથી લોકોએ તેને નિશાન બનાવી છે.

લોકોએ મજાક બનાવી
હવે લોકોએ શનાયાને તેની ભૂલને કારણે ટ્રોલ કરતી ઘણી કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે તેની મજાક ઉડાવતા લખ્યું કે, 'શું આ વખતે ડ્રેસ પહેરીને બદલવાનો પ્લાન છે?' અન્ય એક યુઝરે લખ્યું, ' ડ્રેસ પરથી પ્રાઈઝ ટેગ તો કાઢી નાખ્યું હોત.' આવી જ ઘણી કોમેન્ટમાં લોકોએ શનાયાની મજાક ઉડાવી છે.
શનાયા બોલિવૂડ ડેબ્યૂ માટે તૈયાર છે
ઉલ્લેખનીય છે કે, શનાયા કપૂર આ દિવસોમાં પોતાના બોલિવૂડ ડેબ્યૂને લઈને ઘણી ચર્ચામાં છે. ટૂંક સમયમાં જ તે કરણ જોહરની આગામી ફિલ્મ 'બેધડક' દ્વારા ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે લક્ષ્ય અને ગુરફતેહ પણ બોલિવૂડમાં લોન્ચ થવા જઈ રહ્યા છે. શનાયાને સ્ક્રીન પર જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
